મુંબઈમાં વરસાદથી ભારે તબાહી, ભૂસ્ખલનથી 19 મોત સાથે કુલ 23ના મોત, 48 કલાક યલો એલર્ટ જાહેર કરાયું
18-Jul-2021
મુંબઈના વિક્રોલી એરિયામાં ભૂસ્ખલનથી લોકોના ઘર પડી ગયાા, રેસ્ક્યૂ કામગીરી શરૂ.
મુંબઈ(Mumbai)માં ગઈકાલ રાતથી વરસી રહેલા ભારે વરસાદ(Rain)નાં કારણે મુંબઈગરાઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. અંધેરી પશ્ચિમ સબવે (Andheri Subway) પાસે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. સતત વરસેલા વરસાદનાં કારણે પાણી ભરાઈ જવાથી અનેક વાહનો રસ્તા પર ફસાઈ ગયા હતા. હિંદમાતા, સાયન, કુર્લા, અંધેરીમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. મુંબઈમાં હવામાન વિભાગે(Mumbai Metrological Department) 48 કલાકનું યલો એલર્ટ(Yellow Alert)જાહેર કર્યું છે.
મુંબઈમાં મોડી રાત્રે વરસેલા વરસાદે તબાહી મચાવી દીધી અને મોતનું તાંડવ રચી દીધુ. ચેમ્બૂર અને વિક્રોલીમાં ભૂસ્ખલનના કારણે 19 લોકો મોતને ભેટ્યા છે. ચેમ્બૂરમાં 17 અને વિક્રોલીમાં 6 લોકોનાં મોત થયા છે બે સ્થળો પર 5 મકાનોની દિવાલ ધરાશાયી થતાં હાહાકાર મચી ગયો છે.
કંઈ વિચારે તે પહેલા તો દિવાલો ધરાશાયી થઈ અને અનેક લોકો તેમાં દટાઈ ગયા. તંત્રની મદદ તાત્કાલિક ન પહોંચતા સ્થાનિકોએ 16 લોકોને બચાવી લીધા છે. એકતરફ ભારે વરસાદ વરસી રહ્યો હતો,, તો બીજીતરફ દિવાલ નીચે ધરબાઈ ગયેલા લોકોના મોતની ચીસો સંભળાઈ રહી હતી.
સ્થાનિકોનું કહેવું છે કે આખો વિસ્તાર ખૂબ જ સાંકળી ગલીમાં આવેલો હોવાથી ફાયર બ્રિગેડના વાહનો પણ અંદર આવી શકે તેવી સ્થિતિ નથી. રાહત અને બચાવકાર્ય ખૂબ જ મુશ્કેલ છે. તેમ છતા બે ઘરનો કાટમાળ કઢાયો છે. હજુ ત્રણ મકાનનો કાટમાળ કાઢવાની કામગીરી ચાલી રહી છે.
ઘટનાને નજરે જોનારા લોકોનું કહેવું છે કે દુર્ઘટના રાત્રે 12.30 વાગ્યાની છે. એકજ વિસ્તારમાં બે જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. સ્થાનિકોએ લોકોની મદદ કરી. તેમણે 16 લોકોને બચાવી લીધા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને રિક્ષા મારફતે અને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.
તો બીજીતરફ ઘટનાને પગલે કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાર માટે સહાય જાહેર કરી છે. મૃતકોના પરિવારને કેન્દ્ર સરકારે રૂપિયા 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024