Kikani Raj: વૈશ્વિક હીરા ઉદ્યોગ હવે ધીરે ધીરે પાટે ચઢતો હોય એવા સંકેતો મળી રહ્યા છે. સપ્ટેમ્બરમાં ઇઝરાયેલના હીરાના શિપમેન્ટમાં તીવ્ર ઉછાળો જોવામાં આવ્યો હતો. જો કે આ ઉછાળો ઇઝરાયેલમાં રજા સમયમાં વાર્ષિક તફાવત તેમજ મેઇન ફાર ઇસ્ટ ટ્રેડ શોની સફળતાને પ્રતિબિંબિત કરે છે.
ઇઝરાયેલના અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે પોલિશ્ડ નિકાસ એક વર્ષ અગાઉના 197.5 મિલિયન ડોલરથી વધીને 420 મિલિયન ડોલર એટલે કે બમણાથી વધુ થઈ છે. ગણતરી મુજબ સરેરાશ નિકાસ કિંમત 33 ટકા વધીને 3,267 પ્રતિ કેરેટ સાથે વોલ્યુમ 60 ટકા વધીને 128,540 કેરેટ થયું. આ આંકડા ચોખ્ખા ધોરણે છે, એટલે કે આ આંકડાઓમાં એ આંકડાઓ સામેલ કરવામાં નથી આવ્યા જે માલ ઇઝરાયેલમાં પરત આવ્યો હોય, સામાન્ય રીતે કારણ કે તેઓ વેચાયા વગરના હતા.
સપ્ટેમ્બર 2021 માં રોશ હશનાહ, યોમ કિપ્પુર અને સુક્કોટ પવિત્ર દિવસોને કારણે ટ્રેડિંગમાં ઘટાડો થયો હતો. જો કે તે લગભગ બધાં જ વર્ષે થતો હોય છે. ગત મહિને સિંગાપોરમાં જ્વેલરી એન્ડ જેમ વર્લ્ડ (JGW) ફેર યોજવામાં આવ્યો હતો, જેણે વૈશ્વિક સ્થળોએથી મુલાકાતીઓને આકર્ષ્યા હતા. આ શો, જે સામાન્ય રીતે હોંગકોંગમાં હોય છે, તે કોવિડ-19 રોગચાળા પહેલા તેના પરંપરાગત સ્થળે અને સંપૂર્ણ સ્તરે હજી યોજાયો નથી.
ઇઝરાયેલની પોલિશ્ડ આયાત પણ વધી છે, જે વાર્ષિક ધોરણે 20 ટકા વધીને 256.5 મિલિયન ડોલર થઈ છે. રફ આયાત 28 ટકા વધીને 108.8 મિલિયન ડોલર થઈ, જ્યારે રફ નિકાસ 48 ટકા ઘટીને 93.6 મિલિયન ડોલર થઈ છે. પોલિશ્ડ નિકાસ 2022 ના પ્રથમ નવ મહિનામાં વાર્ષિક ધોરણે 25 વધીને 3.22 બિલિયન ડોલર થઈ છે. કુલ 1.48 બિલિયન ડોલર માટે રફ આયાત 0.5 ટકા વધી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024