ભાવનગરના ડૉ. મહુલ એમ. ગોસાઈ ને “National Best Medical Teacher Award” 

13-Nov-2025

ભાવનગર: ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, ભાવનગરના પ્રતિષ્ઠિત ફેકલ્ટી ડૉ. મહુલ એમ. ગોસાઈને Indian Medical Association (IMA) દ્વારા “National Best Medical Teacher Award”થી સન્માનિત કરવામાં આવ્યા છે.

સર ટી. હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ના જાણીતા બાળ આરોગ્ય નિષ્ણાત ડોક્ટરને રાષ્ટ્રીય સન્માન. 

IMA દ્વારા મોકલવામાં આવેલા અભિનંદન પત્રમાં ઈ મેલ દ્વારા જણાવાયું છે કે આ પુરસ્કાર ડૉ. ગોસાઈના મેડિકલ શિક્ષણ ક્ષેત્રે કરેલા તેમના અમૂલ્ય યોગદાન અને નિષ્ઠાપૂર્ણ સેવાઓનો સત્કાર છે.

ડૉ. ગોસાઈએ મેડિકલ ક્ષેત્ર માં શિક્ષણ, સંશોધન માં તેમના પ્રેરણાદાયી માર્ગદર્શન દ્વારા મેડિકલ શાખા ના વિદ્યાર્થીઓ તથા સહકર્મીઓને એક નવી ઊંચાઈઓએ પહોંચાડ્યા છે.

ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, તેમજ સર ટી. હોસ્પિટલ પરિવાર,ભાવનગર  તેમજ સમગ્ર મેડિકલ શિક્ષણ જગત તેમના આ રાષ્ટ્રીય સન્માન બદલ તેમને હાર્દિક શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

Author : Gujaratenews