વરાછા, કાપોદ્રા અને કતારગામમાં ભાજપ 11 બેઠકો હાર્યું હતું ત્યા સીએમનો રોડ શો અને જાહેરસભા

24-Apr-2026

વરાછા, કાપોદ્રા અને કતારગામમાં ભાજપ 11 બેઠકો હાર્યું હતું ત્યા સીએમનો રોડ શો અને જાહેરસભા યોજાયા હતા.

ભાજપ અને આપ સામે કાંટાની ટક્કર

મ્યુનિસિપલની ચૂંટણીમાં વરાછા-કતારગામ વિસ્તારના અલગ અલગ વોર્ડમાં ભાજપ અને આપ સામે કાંટાની ટક્કર જોવા મળી છે. ગઇ ચૂંટણીમાં પણ આપ 27 બેઠકો પર બાજી મારી ગયું હતું. આ ચૂંટણીમાં આવું ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાતે મેદાનમાં ઉતર્યા છે.તેમણે વરાછા વિસ્તારમાં રોડ શો કર્યો હતો. જોકે, શરુઆતમાં રેલીમાં ઓછા લોકો દેખાયા હતા. ત્યારબાદ સાંજના સમયે કતારગામ વિસ્તારમાં જાહેરસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. 

Author : Gujaratenews