સુરત ગ્રામ્યના 6 પોલીસ મથક PSI માંથી PI કક્ષાના બન્યા છે.રાજ્યના કુલ 200 પોલીસ મથકને પીઆઇ કક્ષાના બનાવવામાં આવ્યા છે.
જિલ્લામાં પાંચ નવા બિન હથિયારી એ.એસ.આઈ. ની ફાળવણી
સુરત: ગુજરાત રાજ્ય પોલીસ વડા દ્વારા રાજ્યમાં 200 પોલીસ મથકોને પી.એસ.આઈ. માંથી પી.આઈ. કક્ષાના બનાવવામાં આવ્યા છે. જેમાં સુરત ગ્રામ્યના 6 પોલીસ મથકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લામાં 3 બિનહથિયારી પી.એસ.આઈ. અને 5 એ.એસ.આઈ.ની ફાળવણી કરવામાં આવી છે. લાંબા સમયથી સુરત ગ્રામ્યના કેટલાક પોલીસ મથકોને પી.એસ.આઈ.માંથી પી.આઈ. કક્ષાના બનાવવા માટે માગ થઈ રહી હતી. દરમ્યાન રાજ્ય
પોલીસ વડા દ્વારા આ અંગે જિલ્લાના પોલીસ મથકોની વિગતો મંગાવવામાં આવી હતી. દરમ્યાન આજે બુધવારના રોજ પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 200 જેટલા પોલીસ મથકોને પી.આઈ. કક્ષાના જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સુરત ગ્રામ્યના પલસાણા, મહુવા, માંડવી, કીમ, માંગરોળ અને બારડોલી ગ્રામ્ય પોલીસ મથકનો સમાવેશ થાય છે. દરેક પોલીસ મથકમાં એક– એક બિન હથિયારી પી.આઈ. ઉપરાંત જિલ્લામાં ત્રણ બિન હથિયારી પી.એસ.આઈ. અને પાંચ એ.એસ.આઈની ફાળવણી કરવામાં આવી છે.
5 આઉટપોસ્ટ ASI કક્ષાની બની
જિલ્લાની પાંચ હેડ કોન્સ્ટેબલ કક્ષાની આઉટપોસ્ટને એ.એસ.આઈ. કક્ષાની બનાવવામાં આવી છે. જેમાં કોસંબા પોલીસ મથકની બે આઉટ પોસ્ટ વેલાછા અને નેશનલ હાઈવે નં 8, ઓલપાડની ઉમરા, માંગરોળની અરેઠ અને બારડોલી ગ્રામ્યની કડોદ આઉટ પોસ્ટને એ.એસ.આઈ કક્ષાની કરવામાં આવતા જિલ્લામાં પાંચ નવા બિન હથિયારી એ.એસ.આઈ. ની ફાળવણી કરવામાં આવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
18-Jan-2025