સુરતના ડાયમંડ બુર્સનું 100 ટકા કામ પૂર્ણ:5 જૂને ગણેશ સ્થાપના કરવામાં આવશે; 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી કરાશે
23-May-2022
સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે અને 5મી જૂને ગણેશ સ્થાપના કરીને 4200 ઓફિસોના માલિક 4200 દિવડા પ્રગટાવી મહાઆરતી કરશે. સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન વહેલી તકે થાય તેની રાહ શહેરના હીરા ઉદ્યોગપતિઓ દ્વારા જોવાઈ રહી છે. ખજોદમાં બની રહેલા ડાયમંડ બુર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે.
સુરત ડાયમંડ બુર્સની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટ એમ તમામ ઓફિસોમાં ફર્નિચર કરવા માટે પજેશન આપી દેવાયું છે. કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું હોવાથી ગણેશ સ્થાપના, મહા આરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન 5 જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરાયું છે. આ કાર્યક્રમમાં સૌ-પ્રથમ ગણેશ સ્થાપના કરાશે ત્યાર બાદ 4200 ઓફિસોના માલિક 4200 દિવડા પ્રગટાવી મહાઆરતી કરશે. સાથે સાથે કોઈ સભાસદને કોઈ પ્રશ્ન હશે તો તે પણ પુછી શકશે.
ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરાયા છે
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી કહે છે કે, ‘ડાયમંડ બૂર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. ત્યારે તમામ સભ્યો એક સાથે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે માટે એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી તકે ડાયમંડ બુર્સ શરૂ થાય તેવા પ્રયત્નો અમે કરી રહ્યાં છીએ.’
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
18-Jan-2025