Sarambhada/ Surat: "સરંભડા યુવા વિકાસ કમિટી"ના પ્રયાસથી તા. 19.05.2025ના રોજ સરંભડા ગામની રૂપિયા 5 લાખની હોનરેબલ સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.
ત્રણ મહિનામાં કામ પૂર્ણ થશે
પહેલીવાર કેન્દ્ર સરકારની ગ્રાન્ટ સરંભડા ગામમાં મંજુર કરવામાં આવી છે. સરંભડા યુવા વિકાસ કમિટીના પ્રયાસથી એક લાખ લીટરની પાણીની ટાંકી મંજૂર રાખવામાં આવી છે. ગારીયાધારના સરંભડામાં સડકથી શિક્ષણ સુધીના ફેરફાર કરવા યુવા ટીમ આગળ આવી છે. ઉપરાંત ખેતીના પાણી માટેની પણ વિચારણા કરવામાં આવી છે. પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જશે તેમ ખેતીના પાણીનો પણ પ્રશ્ન ઉકેલાશે એવી ગામ લોકોને આશા છે.
જેના માટે ગામના આગેવાનોએ મજબૂત યુવા ટીમ બનાવી છે. જેનું સંચાલન સરંભડા યુવા વિકાસ કમિટી કરી રહી છે. ગામના યુવાનો આ ગ્રુપમાં ઉત્સાહક પૂર્વક જોડાઈ રહ્યા છે. આ ટીમનું નેતૃત્વ સરપંચ રમેશભાઈ, રાજુભાઈ, નરેશભાઈ, વિજયભાઈ તથા દર્શનભાઈ ગલાણી કરી રહ્યા છે.
કામનું વર્ણન
કામની ઓર્થેન્ટિસિટી: ગ્રાન્ટ લેટર .
કામ પૂરું થવાનુંનું સ્ટેટસ: 1-3 મહિના
કામનો પ્રકાર: 1 લાખ લીટરની અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી
ગ્રુપમાં જોડાવા માટેની લીંક : whatsapp link
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025