ગુજરાતમાં બીજું સોલાર વિલેજ: શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના માલિક ગોવિંદભાઇ ધોળકિયાના દુધાળા ગામ વિશે જાણો

06-Oct-2022

Kikani Raj : ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં આ વખતે દિવાળી કંઈક ખાસ બની રહેશે. દિવાળી પર ગામ દીવાઓની રોશનીથી નહીં પણ ઝુમ્મરના ઝગમગાટથી ઝળહળી ઉઠશે.

”જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી”

ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ ફર્મના માલિક ધોળકિયા પરિવારે અમરેલી જિલ્લામાં તેમના મૂળ ગામ દુધાળામાં લગભગ 850 પરિવારોને સોલાર પેનલની ભેટ આપી છે.

હવે દુધાળા દેશનું પહેલું ગામ બની ગયું છે જે કોઈપણ સરકારી સબસિડી વિના 100% સોલાર પાવરથી સંચાલિત થાય છે. પરંતુ શું તમે ધોળકિયા પરિવાર વિશે જાણો છો જેમણે આખા ગામને મફત વીજળી આપી છે. તો અમે તમને જણાવી દઈએ કે ધોળકિયા પરિવારનુ શું યોગદાન છે.

છેલ્લા કેટલાક વર્ષોથી સૌર ઊર્જાની જાગૃતિ વધી છે. કેટલાક આખા ગામો પણ સોલારથી સજ્જ થયા છે. ત્યારે દેશનું કદાચ એકમાત્ર ગામ એવુ હશે કે જે સોલારથી સજ્જ હશે. સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા અમરેલી જિલ્લાના લાઠીમાં આવેલું પોતાનું વતન દુધાળાને સ્વખર્ચે સોલારથી સજ્જ થયું છે. હાલમાં દુધાળા ગામમાં 1200ની વસ્તી છે 300 ઘર છે. જે બધા જ ઘરોની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટેનો સંકલ્પ કર્યો હતો. તે માટે અગાઉ સર્વે થઇ ગયો હતો. દરેક ઘરમાં 2 કિલો વોલ્ટથી લઈને 5 કિલો સુધી વપરાશ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાનું 5 સપ્ટેમ્બરે પીએમ મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતું. જ્યારે દુધાળા બીજું સોલાર વિલેજ તૈયાર થઈ ગયું છે.

Author : Gujaratenews