સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન (SEBA) દ્વારા દુખિયાના દરબાર રોડની નવી ઓળખ આપવામાં આવી છે. હવેથી આ રોડ ‘સરદાર પટેલ રોડ’થી ઓળખાશે.
સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન (SEBA)ની નવી ઓફિસનું ભવ્ય ઉદ્ઘાટન
સુરત શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતી સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન (SEBA) દ્વારા નવી ઓફિસનું ભવ્ય ઉદ્ઘાટન અને સભ્યો માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બિલ્ડર સમુદાયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. દુખિયાના દરબાર રોડનું નામ બદલી દેવાયું છે. આ રોડ હવેથી ‘સરદાર પટેલ રોડ’ તરીકે ઓળખાશે.
સંસ્થાના સભ્યોએ જણાવ્યું કે, સુરતના વિકાસમાં લોહપુરુષ સરદાર પટેલનું યોગદાન અવિસ્મરણીય છે, અને તેમના નામથી આ માર્ગને ઓળખ આપવી એ ગૌરવની વાત છે. હવે આ વિસ્તારના તમામ નવા પ્રોજેક્ટોના સરનામામાં બિલ્ડરો ‘સરદાર પટેલ રોડ’નો ઉલ્લેખ કરશે. આ બદલાવને ગૂગલ મેપ અને અન્ય લોકેશન સર્વિસીસમાં પણ દર્શાવવા માટે જરૂરી માહિતી મોકલવામાં આવશે.
કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રેયસ સવાણીએ જણાવ્યું કે, “SEBA માત્ર એક સંસ્થા નથી, પરંતુ સુરત ઈસ્ટ વિસ્તારના ડેવલપર્સ માટે એક એકતાનું પરિવાર અને અવિરત પ્રગતિનું પ્રતિક છે. નવી ઓફિસનો ઉદ્ઘાટન પ્રસંગ એ માત્ર ભૌતિક જગ્યા માટે નહીં, પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સંયુક્તતા, પારદર્શિતા અને નવી દિશા તરફના યાત્રાનો આરંભ છે.” આ સાથે તેમણે સંસ્થાના આગામી આયોજનની પણ જાહેરાત કરી હતી. આવતા વર્ષ દરમિયાન SEBA દ્વારા વિવિધ સામાજિક અને જનહિતના કાર્યક્રમોનું આયોજન થશે, જેમાં રિયલ એસ્ટેટ એક્સપો, બ્લડ ડોનેશન કેમ્પ, અને ‘Say No to Drugs’ યુવા મેરેથોનનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત બિલ્ડર સભ્યોએ SEBAના આ પગલાની પ્રશંસા કરી અને સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે સંયુક્ત પ્રયત્નો કરવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
સુરત શહેરના બાંધકામ ઉદ્યોગમાં તેજી-મંદીના ઓછાયા વચ્ચે મોટાવરાછા અને અબ્રામા વિસ્તાર સુરતના નવા વિકાસ હબ તરીકે ઝડપથી ઉભરી રહ્યાં છે. છેલ્લા થોડા વર્ષોમાં અહીં રિઅલ એસ્ટટ, | ઈન્ફ્રાસ્ટ્રકચર અને વેપાર ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. સુરતના ।
છેવાડે સૌરાષ્ટ્રવાસી વિસ્તાર તરીકે જાણીતા આ ક્ષેત્રમાં સૌથી વધુ નવી રહેણાંક યોજનાઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અને આધુનિક સુવિધાઓ સાથેના પ્રોજેક્ટને મહાપાલિકા દ્વારા મંજૂરીની મ્હોર મરાઈ છે.
સુરત સિટીમાં ત્રણ દાયકા પહેલા | અઠવાલાઈન્સ અને અડાજણ તો એક દાયકા અગાઉ વેસુ, પીપલોદ, મગદલ્લા સાથે પાલ, પાલનપોર વિસ્તાર ઝડપથી ડેવલપ થયા છે. કોરોના ક્રાઈસિસ બાદ શહેરમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે પવનની દિશા બદલાઈ છે. વિતેલા પાંચ વર્ષમાં મોટાવરાછા, અબ્રામા, સરથાણા, વાલક, ઉત્રાણ, કોસમાડા અને ખોલવડ સહિતના વિસ્તારોમાં રીઅલ એસ્ટેટનો ઘોડો બરાબર દોડી રહ્યો છે. ખાસ કરીને આઉટર રિંગરોડને અડીને આવેલા વિસ્તારો કહો કે ટીપી સ્કીમોમાં નવા નવા બાંધકામોના એકથી એક ચઢિયાતા આયોજનો થઈ રહ્યાં છે. આ વિસ્તારો નજીકના ભૂતકાળમાં શહેરના ઉપનગર તરીકે ઓળખાતા હતા. આઉટર રિંગરોડ સાથે અહીં વિકાસલક્ષી કામગીરી અંતર્ગત નવા રોડ, ફલાયઓવર, સ્કૂલ, હોસ્પિટલ અને માર્કેટ ડેવલપ થયા છે. જેને પગલે
રહેણાંક કે કોમર્શિયલ ક્ષેત્રે સૌથી વધુ ડિમાન્ડ આ વિસ્તારમાં ઊભી થઈ છે.
રિઅલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં આ વિસ્તાર મધ્યમ વર્ગ અને એનઆરઆઈઓની સૌથી પહેલી પસંદ બની ચૂક્યો છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા પરિવારો મોટાવરાછા અને અબ્રામા વિસ્તાર તરફ સૌથી પહેલી નજર દોડાવી રહ્યાં છે. જેને પગલે આ બંને વિસ્તારો વેસુ અને પાલની જેમ ચમક્તા સિતારા જેવા બની ચૂક્યા છે. આ વિસ્તારમાં ઉત્તરોત્તર વધી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્વેસમેન્ટ આગામી પાંચ વર્ષમાં શહેરને નવી ઊંચાઈએ લઈ જવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે તેમ છે. મહાપાલિકાના રેકર્ડ મુજબ પણ, વિતેલા એક વર્ષમાં સૌથી વધુ પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવ્યા છે. તંત્રના શહેરી વિકાસ વિભાગ તરફથી બાંધકામની સૌથી વધુ મંજૂરી આ વિસ્તારમાં આપવામાં આવી છે. શહેરના અન્ય વિસ્તારો રાંદેર, અઠવા કે કતારગામમાં સરથાણા ઝોનથી અડધોઅડધ પ્રોજેક્ટોનો ધમધમાટ પણ નહીં હોવાનું રેકર્ડ ઉપરથી પ્રસ્થાપિત થઈ રહ્યું છે.
એક વર્ષમાં ઝોન પ્રમાણે મંજૂર થયેલા પ્રોજેક્ટની વિગત
સેન્ટ્રલ ઝોન 04
કતારગામ ઝોન 54
ઉધના ઝોન-એ 27
સચિન ઝોન 14
વરાછા ઝોન 52
સરથાણા ઝોન 159
લિંબાયત ઝોન 35
રાંદેર ઝોન 86
અઠવા ઝોન 57
ફૂલ 488



13-Nov-2025