રાજ કિકાણી: સુરતમા મોતીસરીયા અને મોણપરા પરિવારના અનોખા લગ્ન પ્રસંગમાં ૨૨/૧/૨૪ રામ મંદિરના પ્રાણ પ્રતિસ્થાના શુભ દિવસે શ્રીરામના વેશમાં વરરાજાએ ફેરા ફર્યા.
સુરતમાં હીરાના વેપારી એવા દિનેશભાઇ મોણપરાના પુત્રે ભગવાન રામનો વેશધારણ કરી લગ્નમંડપમાં પહોંચ્યો,
જયારે એવા જ બીજા વેપારી પરેશભાઈ મોતીસરીયાની સુપુત્રી દ્રષ્ટિ સીતામાતાનો વેશધારણ કરીયો હતો.હાજર મહેમાનો આશ્ચર્યમાં મુકાયા તેમજ દિનેશભાઇએ કીધું કે મારી ઘરે પુત્રવધુ નહિ પણ એક દીકરી મળી છે અને પરેશભાઈએ પણ કીધું મને જમાઈ નય એક મિત્ર મળયો છે
રામમય વાતાવરણ બનતા પરિવારની વાત રાજે માની
શુભમ જેમ્સના માલિક દિનેશ મોનપરાએ જણાવ્યું કે, 8 મહિના અગાઉ 22મી જાન્યુઆરીના દિવસે મારા દીકરાના લગ્ન નક્કી કર્યા હતા. પરંતુ જ્યારે 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તારીખ જાહેર થઈ ત્યારે અમે સૌ કોઈ ખુશ થઈ ગયા હતા. દીકરાના લગ્ન ખૂબ જ સારા દિવસે લેવાયા હોવાનો અલગ જ આનંદ હતો. લગ્નના દિવસે પહેરવા માટે મારા દીકરા રાજે ડિઝાઇનર કપડાં નક્કી કરી લીધા હતા. પરંતુ અંતિમ બે ત્રણ દિવસ દરમિયાન જે પ્રકારનો દેશભરની અંદર ભગવાન રામ પ્રત્યેનો આદરભાવ જોવા મળ્યો હતો અને આખું વાતાવરણ રામમય બની ગયું, ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે મારા દીકરા રાજ પણ રામ બનીને જો લગ્નવિધિમાં જોડાય તો ખુબ સરસ લાગશે અને મેં મારી વાત તેને કરતાં તેણે તરત જ તૈયારી બતાવી હતી. ડિઝાઇનર કપડાંને બાજુ પર રાખીને મારા દીકરાએ રામના પહેરવેશમાં લગ્નમંડપમાં આવીને લગ્ન વિધિ સંપન્ન કરી હતી
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
18-Jan-2025