જીવનમાં ક્યારેય આ 5 લોકોની વચ્ચેથી ન નીકળો, થઈ શકે છે તમને મોટું નુકસાન

12-Jul-2021

ઘર્મનીતિ અને કૂટનીતિના મહાન જાણકાર એટલે કે આચાર્ય ચાણક્યએ રાજનીતિ ઉપરાંત સામાન્ય વ્યવહાર-સામાન્ય વર્તણૂક, માનવ સ્વભાવ અને સમયની યોગ્યતા અને અયોગ્યતાના સંદર્ભમાં એવી વાતો કહી છે, જે મોટા પ્રમાણમાં સાચી લાગે છે. આચાર્ય ચાણક્યએ સુખી અને ઉન્નત જીવન માટે ઘણી નીતિઓ જણાવી છે. તેના અનુસરણ દ્વારા તમે દરેક વસ્તુમાં સફળતા મેળવી શકો છો.

આચાર્ય ચાણક્યની નીતિઓ અને વિચારો ભલે તમને થોડા કઠોર લાગે, પરંતુ આ કઠિનતા જ જીવનનું સત્ય છે. આપણે લોકો ભાગદોડ વાળી જિંદગીમાં આ વિચારોને ભલે નજર અંદાજ કરી દઈએ, પરંતુ આ વચનો શબ્દો તમને જીવનની દરેક પરીક્ષામાં મદદ કરશે. આચાર્ય ચાણક્યના આ જ વિચારોમાંથી આજે એક વધુ વિચારનું વિશ્લેષણ કરીશું.

આચાર્ય ચાણક્યએ તેમની નીતિઓમાં એક નીતિ જણાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કયાં લોકોની વચ્ચેથી ક્યારેય નીકળવું ન જોઈએ. આનાથી તમારું જ નુકસાન થઇ શકે છે.

શ્લોક

વિપ્રયોર્વિપ્રવહનેશ્ચ દંપત્યો: સ્વામિભૃત્યો:। અન્તરેણ ન ગન્તવયં હલસ્ય વૃષભસ્ય ચ ।।

આ શ્લોક અનુસાર ચાણક્યએ કહ્યું હતું કે આપણે આવા 5 લોકોની વચ્ચેથી ક્યારેય નીકળવું જોઈએ નહિ. બે જ્ઞાની માણસો, બ્રાહ્મણ અને અગ્નિ, પતિ અને પત્ની, માલિક અને નોકર અને હળ અને બળદ ની વચ્ચેથી ક્યારેય પસાર થશો નહીં.

બે જ્ઞાની માણસો

જો કોઈ પણ સ્થળે બે જ્ઞાની અથવા બ્રાહ્મણો એક બીજાની વચ્ચે વાત કરતા હોય ત્યારે તેમની વચ્ચેથી ક્યારેય નીકળવું જોઈએ નહીં. તમે જયારે અહીંથી પસાર થઇ રહ્યા હોવ છો, ત્યારે ખબર નથી હોતી કે તે બને કયા પ્રકારનાં જ્ઞાનની વાત કરી રહ્યા છે. તમારું તેમની વચ્ચેથી નીકળવું તેમની વાતોમાં અવરોધ લાવી શકે છે. જેથી બની શકે છે કે તમે તેમના ક્રોધમાં સહભાગી બની જાવ. તેથી બે સમજદાર જ્ઞાની લોકો વચ્ચેથી ક્યારેય પસાર થશો નહિ.

 

બ્રાહ્મણ અને અગ્નિ

જો ક્યાંય પણ બ્રાહ્મણ અગ્નિની સામે બેઠો હોય, તો તેની વચ્ચેથી કયારેય પસાર થવું જોઈએ નહિ. બની શકે છે કે તે સમયે બ્રાહ્મણ હવન કરી રહ્યો હોય. તમારું તેમની વચ્ચેથી નીકળવાથી તેમના હવનમાં વિધ્ન આવી શકે છે અને તેમના મંત્રોનો ક્રમ તૂટી શકે છે. જેના કારણે પૂજા અધૂરી રહેવાથી તમે પાપીના ભાગીદાર બની શકો છો. આ સાથે બ્રાહ્મણ પણ તમારા પર વધુ ગુસ્સો કરી શકેે છે.

માલિક અને નોકર

આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જો માલિક અને નોકર વાત કરી રહ્યા છે, તો તેમની વચ્ચેથી ક્યારેય પસાર થવું જોઈએ નહીં. બની શકે છે કે જ્યારે તમે તેમની વચ્ચેથી નીકળી રહ્યા છો ત્યારે માલિક તેના નોકરને કોઈ જરૂરી કામ જણાવી રહ્યા હોય. આવા સમયે તેમની વચ્ચેથી જવું તેમની વાતચીતમાં ખલેલ આવશે. જેના કારણે નોકર પૂરી વાત સમજી શકશે નહીં. જેના કારણે તે કામ યોગ્ય રીતે કરી શકશે નહીં.

 

પતિ-પત્ની

આચાર્ય મુજબ ક્યારેય પણ પતિ-પત્ની વચ્ચેથી નીકળવું જોઈએ નહિ. ભલે પછી તે વાત કરી રહ્યા હોય કે લડી રહ્યા હોય. બની શકે છે કે તે કોઈ ગંભીર બાબતે ચર્ચા કરી રહ્યા હોય અથવા કોઈ ખાનગી વાતચીત કરી રહ્યા હોય. તમારું તેમની વચ્ચેથી નીકળવું તેમના એકાંતમાં ખલેલ પહોંચાડે શકે છે. ઉપરાંત, તમારા નીકળવાથી તેમની વ્યક્તિગત ક્ષણોમાં અવરોધ આવી શકે છે.

હળ અને આખલો (બળદ)

આચાર્યએ કહ્યું છે કે ક્યારેય હળ અને બળદ વચ્ચેથી નીકળવું ન જોઈએ. જો તમે જવાનો પ્રયાસ કરો છો, તો તમને નુકસાન થઈ શકે છે.

Related searches | ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટા પેજ ફોલો અહીં કરો

      

આ પણ વાંચવા જેવું... શરમજનક ઘટના: અમદાવાદમાં ‘આજે તો તું….લાગે છે’, જાહેરમાં યુવતીની કરાઈ છેડતી

આ પણ વાંચવા જેવું... સરકારનો આ નિર્ણય દેશના 6 કરોડ પગારદારોને આપશે મોટો લાભ , હવે PF ઉપર મળશે વધુ લાભ , જાણો કઈ રીતે

આ પણ વાંચવા જેવું... દુલ્હા-દુલ્હન મોજથી ખાઈ રહ્યા છે પાણીપુરી: લગ્ન તેની જગ્યાએ અને પાણીપુરી તેની જગ્યાએ

આ પણ વાંચવા જેવું... સમુદ્રમાં ડૂબી રહેલી છોકરીનો બચાવ્યો જીવ, પછી આ રીતે શરૂ થઇ ગોવાના બીચ પર લવ સ્ટોરી

આ પણ વાંચવા જેવું... બધા જ ગુપ્ત રોગો નો રામબાણ ઈલાજ શેકેલા ચણા,ખાતા સમયે રાખો આ વાતો નો ધ્યાન,દરેક ગુપ્ત રોગો થઈ જશે દૂર…

Author : Gujaratenews