દુલ્હા-દુલ્હન મોજથી ખાઈ રહ્યા છે પાણીપુરી: લગ્ન તેની જગ્યાએ અને પાણીપુરી તેની જગ્યાએ

13-Jul-2021

ભારત દેશમાં લોકો ખાવાના ખૂબ શોખીન છે. અરે ત્યાં સુધી કે ખાવાના નામ પર ઝઘડા પણ થઈ જાય. એમાં પણ જ્યારે પાણીપુરીની વાત આવે તો બાપરે… ભલભલાના મોઢામાં પાણી આવી જાય. માત્ર સ્ત્રીઓ જ નહી પરંતુ કેટલાક પુરુષોને પણ પાણીપુરી “હાડવ્હાલી” હોય છે.

જો તમને આ વાત પર ભરોસો ન હોય તો આ વિડીયો જોઈને ખ્યાલ આવી જશે. અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે જેમાં વરમાળાની વીધિ પૂર્ણ કરીને દુલ્હો અને દુલ્હન પાણીપુરીની મજા માણી રહ્યા છે. દુલ્હનને તો લગ્ન કર્યા કરતા પાણીપુરી ખાવાનો આનંદ વધારે હોય, તેવું પ્રતિત થાય છે.

વાયરલ વિડીયોમાં દુલ્હો પોતાના હાથોથી દુલ્હનને પાણીપુરી ખવડાવી રહ્યો છે. બંન્ને લગ્નના પારંપરિક વસ્ત્રો પહેરીને સજ્જ છે અને પાણીપુરી ખાવામાં મસ્ત છે. ઈન્સ્ટાગ્રામ પર આરુષી નામની એક યુઝરે આ વિડીયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે… લગ્ન તેની જગ્યાએ અને પાણીપુરી તેની જગ્યાએ…

આ વિડીયો અત્યારે વાયરલ થયો છે અને અત્યારસુધીમાં એકલાખથી વધારે લોકોએ તેને જોયો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ પસંદ કરાઈ રહ્યો છે. લોકો આના પર કમેન્ટ કરી રહ્યા છે અને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા છે

Author : Gujaratenews