નેધરલેન્ડની એક વ્યક્તિ અટિલા બોસનયાક (Attila Bosnyak) એ ગોવામાં નૂપુરને પાણીમાં ડૂબી જતા તો બચાવી લીધી, પરંતુ ત્યારબાદથી તે બંને પ્રેમમાં ડૂબી ગયા હતા. ઘણા વર્ષોથી લોકો કહેવતોમાં કહેતા આવ્યા છે કે સાચો પ્રેમ તમને ગમે ત્યાં અને ગમે ત્યારે મળી શકે છે. આવું જ કંઇક યુપીના લખનઉમાં રહેતી એક યુવતી સાથે થયું. લખનૌના નુપુર ગુપ્તા (Nupur Gupta) તે પણ તેનો જીવનસાથી એક એવા પ્રસંગે મળ્યો, જેને કોઈ વિચારી પણ શકતું નથી.
સીએનએન ટ્રાવેલના સમાચારો અનુસાર, વર્ષ 2019 માં ફેબ્રુઆરી મહિના દરમિયાન નુપુર બે અઠવાડિયાથી ગોવાના યોગ શિક્ષણ સંસ્થામાં હતી. એક દિવસ, યોગાભ્યાસ દરમિયાન તે ગોવાના બીચ પર દરિયામાં તરવાનું વિચાર્યું. જો કે, તે સમયે તેને એ ખબર ન હતી કે દરિયાના મોજા ઘણા ઊંચા અને ઝડપી ઘુમાવદાર હતા.
દરિયાના મોજામાં ફસાઈ નૂપુર
નૂપુર તે દિવસે, તે સામાન્ય કરતાં વધુ આગળ તરતી જતી રહી અને પછી તે જોરદાર મોજા વચ્ચે ફસાઈ ગઈ હતી. તેને તેનો જરાક પણ ખ્યાલ નહોતો અને દરિયાએ તેને પોતાની તરફ ખેંચી લીધી હતી. તેને સતત તરવાનો પ્રયત્ન કર્યો પણ તે કિનારે પહોંચવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે તે હવા માટે હાંફવા લાગી હતી.
ડચ વ્યક્તિએ તેનો જીવ જોખમમાં નાખીને તેનો જીવ બચાવ્યો
પછી તેને એક વ્યક્તિ તેની તરફ આવતા જોયો. તે અટિલા બોસનયાક (Attila Bosnyak) હતો. તે તરતા તરતા તેની પાસે પહોંચ્યો અને તેનો હાથ પકડીને તેને દરિયામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. આ સમય દરમિયાન લાઇફગાર્ડ્સ ત્યાં હાજર હતા, જેમને તેમને મદદ કરીને બહાર કાઢ્યા.
પછી આ રીતે બંને આવ્યા એકબીજાની નજીક
જ્યારે બંને બીચના કિનારે પહોંચ્યા તો નુપરે જોયું કે અટિલાના ખભા, જાંઘ અને આંગળીઓમાંથી લોહી નીકળી રહ્યું હતું. તે પછી તેના ઘા માટે મલમની વ્યવસ્થા કરી. આ પછી બંનેએ સાથે ચોકલેટ આઈસ્ક્રીમ ખાધી અને અહીંથી જ બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ.
નૂપુર અને અટિલાએ સાથે મળીને થોડાં ઘણા ફોટા પણ પડાવ્યા. ત્યારબાદ બંનેએ એકબીજા વિશે જાણ્યું અને પછી તેઓ બીચ પર મળ્યા અને ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવી ગયા. એટલું જ નહીં, ગોવામાં બંનેએ તેમની ફ્લાઇટ રદ કરી દીધી હતી અને એક અઠવાડિયુ સાથે રહીને પસાર કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ નુપુર કેરળ પાછી આવી, જ્યાં તે રહેતી હતી અને અટિલા નેધરલેન્ડ પાછો ગયો. આ સમય દરમિયાન, બંને વચ્ચે વીડિયો કોલ અને વોટ્સએપ પર વાતો કરતા રહ્યા. હવે બંને એકબીજાની સાથે જ છે.
Related searches | ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટા પેજ ફોલો અહીં કરો
આ પણ વાંચવા જેવું... SBI બેંકમાં નોકરી કરવાનો મોકો, સ્નાતક ઉમેદવારો માટે 6,100થી વધુ જગ્યાઓ ખાલી
આ પણ વાંચવા જેવું... સુરતના hyundai નવજીવન કાર શો-રૂમના માલિક ગજ્જર ભાઈઓ વાપીમાં 20 લાખની લેન્ડરોવર કારમાં દારૂ લઇ જતા પકડાયા, ઘરે દારૂ પીવા દમણથી વિદેશી બ્રાન્ડની મોંઘીદાટ બોટલો લાવ્યા હતા
આ પણ વાંચવા જેવું... શરમજનક ઘટના: અમદાવાદમાં ‘આજે તો તું….લાગે છે’, જાહેરમાં યુવતીની કરાઈ છેડતી
આ પણ વાંચવા જેવું... સરકારનો આ નિર્ણય દેશના 6 કરોડ પગારદારોને આપશે મોટો લાભ , હવે PF ઉપર મળશે વધુ લાભ , જાણો કઈ રીતે
આ પણ વાંચવા જેવું... દુલ્હા-દુલ્હન મોજથી ખાઈ રહ્યા છે પાણીપુરી: લગ્ન તેની જગ્યાએ અને પાણીપુરી તેની જગ્યાએ
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025