અમદાવાદથી એક શરમજનક ઘટના સામે આવી છે. રાજ્ય એક તરફ મહિલાઓ સુરક્ષિત માનવામાં આવે છે પરંતુ હજુ પણ કેટલાક એવા નરાધામો છે તે હજુ પણ સુધરવાનું નામ લઇ રહયા નથી. આવી જ એક ઘટના અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારથી સામે આવી છે. ત્યાં ચાર નરાધમો દ્વારા જાહેરમાં એક યુવતી સાથે છેડતી કરવાની સાથે તેને ધમકી પણ આપવામાં આવી છે.
આ બનાવ આ અનુસાર ઘટ્યો હતો. જેમાં શહેરના સાબરમતી વિસ્તારમાં રહેનાર એક યુવતી 8 મી જુલાઇના સાંજે એક્ટિવા પર તેના ઘરે જવા માટે જઈ રહી હતી. આ દરમિયાન સાબરમતી અચેર ઠાકોર વાસમાં રહેનાર હરીશ ઠાકોર, જગદીશ ઠાકોર, દિનેશ ઠાકોર અને ચકો ઠાકોર યુવતીના ઘર નજીક ઉભેલા હતા અને યુવતીને જોઇને ખરાબ કમેન્ટ મારવાનું શરૂ કરી દીધું હતું.
તે દરમિયાન દિનેશ ઠાકોરએ યુવતીને જણાવ્યું હતું કે, આજે તો તું માલ લાગે છે કહીને મશ્કરી કરવા લાગ્યો હતો. તેમ છતાં યુવતી એકલી હોવાના કારણે તે કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર ઘરે ચાલી ગઈ હતી. જ્યારે ઘરે જઈને આ બાબતની સંપૂર્ણ જાણકારી તેના પરિવારને કરી હતી. આ કારણોસર તેનો ભાઈ અને પરિવારજનો આ ચારેય ઈસમોને સમજાવવા માટે પણ ગયા કે, ભવિષ્યમાં પોતાના પરિવારની દીકરી સાથે આ પ્રકાર ના કરે.
તેમ છતાં આરોપીઓ શરમ બદલે ત્રાટક્યા હતા અને એકદમ ઉશ્કેરાઈ ગયા અને તેમને સમજાવવા આવેલા યુવતીના ભાઈને માર માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન બૂમાબૂમ થતાં યુવતી પણ ત્યાં આવી પહોચી હતી. તેમ છતાં યુવતીને જોઇને હરીશ દ્વારા ધમકી આપવામાં હતી કે, હવે પછી જો ઘર ની બહાર નીકળીશ તો તેને જાનથી મારી નાંખીશ. ત્યાર બાદ યુવતી અને તેના પરિવારજનો ઘરે ચાલ્યા ગયા હતા. પરંતુ બીજા દિવસે યુવતી તેની માતા અને બહેનો સાથે ઘરે હતી ત્યારે કોઈએ તેમના ઘર પર પથ્થર પણ ફેંક્યો હતો. આ બાબત અંગેની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા આ ચારેય ઈસમો વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024