વિજ્ઞાને પણ માન્યું કે ધ્યાન મનુષ્યના જીવનને અલગ ઉંચાઈએ લઈ જાય છે, જાણો તેના ગજબના ફાયદા

12-Jul-2021

વર્તમાન સમયમાં માણસ અનેક પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાયેલો છે. અત્યારે લોકોની લાઈફ સ્ટ્રેસફૂલ થઈ ગઈ છે. જીવનમાં ટેન્શનો વધી ગયા છે જવાબદારીઓ વધી ગઈ છે. આ તમામની વચ્ચે મનુષ્ય માટે માનસિક રીતે સ્વસ્થ રહેવું એ એક મોટો પડકાર બની ગયો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સ્ટ્રેસફૂલ લાઈફનો સ્ટ્રેસ ઓછો કરવાની પદ્ધતી તો આપણી પાસે યુગ-યુગાંતરથી પડેલી છે.

આ પદ્ધતી એટલે ધ્યાન, ધ્યાન કરવાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક એમ ત્રણ પ્રકારના લાભ થાય છે અને હવે તો વિજ્ઞાને પણ માન્યું છે ધ્યાનનું મહત્વ અને અનેક પ્રયોગથી સિદ્ધ કર્યું છે ધ્યાન મનુષ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો આવો આપણે ધ્યાન કરવાના અનન્ય લાભ વિશે જાણીએ.

બે શબ્દો છે-મેડીટેશન/ધ્યાન અને કોન્ટેમ્પ્લેશન/ચિંતન. આ બંને જુદા શબ્દો છે. ધ્યાન એ શાસ્ત્રમાંથી આવેલ છે જયારે એ ધ્યાનની નજીકનું છે. સંસ્કૃત શબ્દ ‘ધ્યાન’ ચીનમાં જઈ ‘ચાન’ બન્યો અને એ જાપાન ગયો તો ‘ઝેન’ બન્યો.ધ્યાન અને એકાગ્રતા પણ બે જુદા શબ્દ છે. ધ્યાન એ એકાગ્રતાનું એક સ્વરૂપ છે. એકાગ્રતા એ તમામ જ્ઞાનનો સ્રોત છે. જયારે એકાગ્રતા પૂર્ણરૂપે પ્રગટે ત્યારે આપણે ઘણો લાભ લઇ શકીએ. જેમ કે સૂર્યનાં કિરણો કોઈ લેન્સમાંથી પસાર થાય તો એ કાગળ બાળી શકે કેમ કે એનાથી સૂર્યની તમામ ઊર્જા કાગળ પર કેન્દ્રિત થઇ હોય છે એથી એમ થાય છે.

તમારી જાતને પૂછો કે શા માટે ધ્યાન કરવું જોઈએ/ જે લોકો ધ્યાન નથી કરતા તેમણે ઓછામાં ઓછું ધ્યાનના ફાયદા અને તેના કારણો વિશે જાણવું જોઈએ.

ધ્યાનના શારીરિક લાભ

ધ્યાનથી શરીરમાં ફેરફાર થાય છે અને શરીરના દરેક કોષ નવી શક્તિથી ભરાઈ જાય છે. જેમ જેમ શરીરમાં પ્રાણશક્તિ વધતી જાય છે તેમ તેમ આનંદ, શાંતિ અને ઉત્સાહ મળતા જાય છે.

 

શારિરિક રીતે ધ્યાન:

બ્લડપ્રેશર ઓછું કરે છે. (લોહી નું દબાણ).

લોહીનાં ક્ષાર ઓછા કરે છે અને આવેશનાં આક્રમણ ઓછા કરે છે.

તનાવને લીધે ઉદ્ભવતી પીડા ઓછી કરે છે, જેમકે તનાવનો માથાનો દુખાવો, અલ્સર (ચાંદા), અનીદ્રા, સ્નાયુ અને સાંધાની તકલીફો.

સેરેટોનીનનું ઉત્પાદન વધે છે જે મનોદશા (મૂડ) અને વર્તણુક સુધારે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

જેમ જેમ આંતરિક શક્તિનું મૂળ મળતુ જાય, શક્તિ ની સપાટી વધતી જાય.

ધ્યાનના માનસિક ફાયદા

ધ્યાન મગજના તરંગો ને આલ્ફા સ્ટૅટમાં લાવે છે જેનાથી દર્દનાશક શક્તિ વધે છે. મન તરોતાજા, કોમળ, (નરમ) અને સુંદર બને છે, નિયમિત ધ્યાન કરવાથી:

આવેશ ઘટે છે

લાગણીઓની સમતુલતા સુધરે છે

સર્જનાત્મકતા વધે

આનંદ – ખુશી વધે

અંતઃસ્ફૂરણા વધે

વિચારોની સ્પષ્ટતા અને મનની શાંતિમાં વધારો

તકલીફો નાની લાગવા માંડે

ધ્યાનથી મન આરામદાયક પરિસ્થિતિને લીધે કેન્દ્રિત અને વિસ્તૃત થઈ વધુ સજાગ બને છે

સજાગ મન વિસ્તૃત ન થાય તો તેને લીધે તનાવ, ક્રોધ અને હતાશા આવે.

ચેતના વિસ્તૃત થાય પણ મન સજાગ ન હોય તો કામ કરવાની આળસ આવે, વિકાસ રૂંધાય

સજાગ મનનું સમતોલન અને ચેતનાની વિસ્તૃતિ પરિપૂર્ણતા લાવે.

વિજ્ઞાને પણ માન્યું ધ્યાનનું મહત્વ…

જ્યારે પશ્ચિમિ મનો વૈજ્ઞાનિક, ન્યૂરોલોજિસ્ટ આ તથ્યને માને છે કે, ધ્યાન ન માત્ર મનો સ્થિતિને સારી બનાવે છે પરંતુ મગજની સંરચના પણ બદલી દે છે. મનની આ આદત હોય છે કે, તે નાની નાની અને અર્થહીન વાતોને મોટી કરીને ગંભીર સમસ્યાઓમાં બદલી નાંખે છે. ધ્યાનથી આપણામાં અર્થહીન વાતોને સમજવાની સમજણનો વ્યાપક વિકાસ થાય છે. આપણે કારણ વગરની ચિંતા કરવાનું છોડી દઈએ છીએ અને પરિણામે અનેક સમસ્યાઓ અને તકલીફોમાંથી બચી જઈએ છીએ.

 

મહર્થિ મહેશ યોગીજીએ 1993 માં વૈજ્ઞાનિકો સમક્ષ એ સિદ્ધ કર્યું હતું. તેમણે વોશિંગ્ટન ડીસીમાં 4000 અધ્યાપકોને બોલાવીને એક સાથે ધ્યાન કરવા કહ્યું અને ચમત્કારિક પરિણામ એ હતું કે, કિશહરનો ક્રાઈમ રિપોર્ટ 50 ટકા કરતા પણ ઓછો થઈ ગયો. વૈજ્ઞાનિકોને કારણ ન સમજાયું અને તેમણે આને મહર્ષિ ઈફેક્ટ નામ આપ્યું. કેટલાય વિજ્ઞાનિકોના રિસર્ચમાં સાબિત થયું છે કે, નિયમિત રૂપથી મેડિટેશન કરવાથી મગજનો વિકાસ થાય છે અને યાદશક્તિ વધે છે. આ સિવાય નિયમિત રૂપે મેડિટેશન કરવાથી આપણું શરીર કેટલીય બિમારીઓથી દૂર રહે છે.

Related searches | ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટા પેજ ફોલો અહીં કરો

      

આ પણ વાંચવા જેવું... શરમજનક ઘટના: અમદાવાદમાં ‘આજે તો તું….લાગે છે’, જાહેરમાં યુવતીની કરાઈ છેડતી

આ પણ વાંચવા જેવું... સરકારનો આ નિર્ણય દેશના 6 કરોડ પગારદારોને આપશે મોટો લાભ , હવે PF ઉપર મળશે વધુ લાભ , જાણો કઈ રીતે

આ પણ વાંચવા જેવું... દુલ્હા-દુલ્હન મોજથી ખાઈ રહ્યા છે પાણીપુરી: લગ્ન તેની જગ્યાએ અને પાણીપુરી તેની જગ્યાએ

આ પણ વાંચવા જેવું... સમુદ્રમાં ડૂબી રહેલી છોકરીનો બચાવ્યો જીવ, પછી આ રીતે શરૂ થઇ ગોવાના બીચ પર લવ સ્ટોરી

આ પણ વાંચવા જેવું... બધા જ ગુપ્ત રોગો નો રામબાણ ઈલાજ શેકેલા ચણા,ખાતા સમયે રાખો આ વાતો નો ધ્યાન,દરેક ગુપ્ત રોગો થઈ જશે દૂર…

Author : Gujaratenews