1983નાં વર્લ્ડ કપના આ ક્રિકેટરના નિધનથી કપિલ દેવ પોતાના આંસુ ન રોકી શક્યા, પૂર્વ ક્રિકેટરને હ્રદયરોગનો હુમલો આંબી ગયો, ક્રિકેટ જગતમાં શોકની લહેર
13-Jul-2021
ભારતનાં પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું 66 વર્ષની ઉંમરે હાર્ટ એટેક(Heart Attack) આવવાને કારણે નિધન થઈ ગયું છે.13 જુલાઈનાં રોજ તેમનું દુ:ખદ નિધન થઈ ગયું હતું. આ ક્રિકેટરના નિધનથી કપિલ દેવ પોતાના ટીવી ઇન્ટરવ્યુમાં આંસુ રોકી શક્યા ન હતા. ભારતનાં આ પૂર્વ ક્રિકેટર(Former Indian Cricketer) 1983ની વર્લ્ડ કપ ફાઈનલ(1983 world cup Final) મેચનો હિસ્સો રહી ચુકેલા છે. તેમણે ક્રિકેટ કારકિર્દીમાં ભારત માટે 37 ટેસ્ટ અને 42 વન ડે રમ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં 2 સદી સાથે તેમણે 1606 રન બનાવ્યા હતા. જ્યારે વન જે ક્રિકેટમાં 89 રન નોંધાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યશપાલ શર્માનું ડેબ્યુ પાકિસ્તાન સામે સિયાલ કોટમાં થયું હતું. વન ડે મેચમાં 1978નાં સમયમાં તેમણે શરૂઆત કરી હતી. તેના પછીનાં વર્ષે જ તેમણે ટેસ્ટ મેચ ઈગ્લેન્ડ સામે લોર્ડઝમાં રમી હતી. શર્માએ પોતાની છેલ્લી વન ડે 1985માં ઈગ્લેન્ડ સામે ચંદીગઢમાં 1983માં રમી હતી.
રિટાયર થઈને પણ ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા યશપાલ શર્મા : યશપાલ શર્માનું મોટાભાગનું જીવન ક્રિકેટને સમર્પિત રહ્યું. ક્રિકેટમાંથી રીટાયર થઈને તે રમત સાથે જોડાયેલા રહ્યા. ટીમ ઈન્ડિયા માટે નેશનલ સિલેક્ટર પણ રહ્યા. તેમણે પ્રથમ ફેઝમાં સિલેક્ટર તરીકે વર્ષ 2003થી ડિસેમ્બર 2005 સુધી તે જોડાયેલા રહ્યા. ત્યારબાદ 2008માં તે પરત ફર્યા. તેમણે કેટલીક મેચમાં એમ્પાયરિંગ પણ કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યશપાલ શર્માનું ડેબ્યુ પાકિસ્તાન સામે સિયાલ કોટમાં થયું હતું. વન ડે મેચમાં 1978નાં સમયમાં તેમણે શરૂઆત કરી હતી. તેના પછીનાં વર્ષે જ તેમણે ટેસ્ટ મેચ ઈગ્લેન્ડ સામે લોર્ડઝમાં રમી હતી. શર્માએ પોતાની છેલ્લી વન ડે 1985માં ઈગ્લેન્ડ સામે ચંદીગઢમાં 1983માં રમી હતી.
1983ની જીતનો હિરો હવે આપણી વચ્ચે નથી: યશપાલ શર્મા 1983માં ભારત વતી વન ડેમાં પ્રથમ વિશ્વ કપ જીતનારી ટીમનો હિસ્સો રહ્યા હતા. ઓપનિંગ મેચમાં 89 રનની રમત રમીને તેમણે વેસ્ટઈન્ડિઝની હારની સ્ક્રિપ્ટ લખી નાખી હતી. સેમીફાઈનલમાં તે 61 રન બનાવીને ટીમ માટે ટોપ સ્કોરર પણ રહ્યા હતા. બોબ વિલિસની યોર્કર પણ તેમણે લેગ સાઈડ પર મારેલી સિક્સ આજે પણ ક્રિકેટ પ્રેમીઓ ભુલી શકે તેમ નથી.
Related searches | ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટા પેજ ફોલો અહીં કરો
આ પણ વાંચવા જેવું... SBI બેંકમાં નોકરી કરવાનો મોકો, સ્નાતક ઉમેદવારો માટે 6,100થી વધુ જગ્યાઓ ખાલી
આ પણ વાંચવા જેવું... સુરતના hyundai નવજીવન કાર શો-રૂમના માલિક ગજ્જર ભાઈઓ વાપીમાં 20 લાખની લેન્ડરોવર કારમાં દારૂ લઇ જતા પકડાયા, ઘરે દારૂ પીવા દમણથી વિદેશી બ્રાન્ડની મોંઘીદાટ બોટલો લાવ્યા હતા
આ પણ વાંચવા જેવું... શરમજનક ઘટના: અમદાવાદમાં ‘આજે તો તું….લાગે છે’, જાહેરમાં યુવતીની કરાઈ છેડતી
આ પણ વાંચવા જેવું... સરકારનો આ નિર્ણય દેશના 6 કરોડ પગારદારોને આપશે મોટો લાભ , હવે PF ઉપર મળશે વધુ લાભ , જાણો કઈ રીતે
આ પણ વાંચવા જેવું... દુલ્હા-દુલ્હન મોજથી ખાઈ રહ્યા છે પાણીપુરી: લગ્ન તેની જગ્યાએ અને પાણીપુરી તેની જગ્યાએ
આ પણ વાંચવા જેવું... સમુદ્રમાં ડૂબી રહેલી છોકરીનો બચાવ્યો જીવ, પછી આ રીતે શરૂ થઇ ગોવાના બીચ પર લવ સ્ટોરી
આ પણ વાંચવા જેવું... બધા જ ગુપ્ત રોગો નો રામબાણ ઈલાજ શેકેલા ચણા,ખાતા સમયે રાખો આ વાતો નો ધ્યાન,દરેક ગુપ્ત રોગો થઈ જશે દૂર…
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024