સુરતવાસીઓ માટે ઉત્તરાયણ એક ઉત્સવ બનીને રહી જાય છે.સુરતમાં એક જીવદયા પ્રેમી અને ફરસાણ વિક્રેતા અનોખી સ્કીમ (Scheme) લઈને આવ્યા છે. સુરતીઓને આમ પણ નાસ્તામાં ખમણ અને લોચો અતિપ્રિય છે ત્યારે તેઓએ આ ઉત્તરાયણ નિમિતે એવી ઓફર આપી છે જેમાં 500 ગ્રામ દોરીની ગૂંચ સાથે 500 ગ્રામ ખમણ ફ્રી આપવાની તેમજ 1 કિલો દોરીની ગૂંચ સાથે 1 કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રી માં આપવાની જાહેરાત કરી છે.
ફરસાણ વિક્રેતાનું કહેવું છે કે સુરતમાં આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવાય છે પણ આ તહેવાર પછી દોરાની ગૂંચ ગમે ત્યાં પડી રહે છે. તેના કારણે ઘણીવાર અકસ્માતો થવાની સંભાવના રહે છે જેથી અમે લોકોના સહયોગ થકી આ ઓફર વિચારી હતી. જેમાં અમને દોરાની ગૂંચ લાવી આપનારને અમે નાસ્તો ફ્રી માં આપીશું.
આ રીતે પક્ષીઓને પણ ઝાડ પર કે વાયર પર લટકતા દોરાથી અને લોકોને અકસ્માતથી દૂર રાખી શકાશે. આ ઓફર અમે 20 જાન્યુઆરી સુધી રાખી છે. અને રવિવારથી જ અમને લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
20-Aug-2024