જાપાન આ કારણે હાઈએલર્ટ પર છે.આ બિલાડી મોડી રાત્રે ગાયબ થવા પહેલા ખતરનાક રસાયણોના એક ટેન્કમાં પડી ગઈ હતી.
રહેવાસીઓને આ બિલાડી પાસે ન જવાની ચેતવણી
હિરોશિમાના ફુકુયામામાં અધિકારીએ જણાવ્યું કે,તેમણે પેટ્રોલિંગ વધારી દીધું છે અને ત્યાંના રહેવાસીઓને આ બિલાડી પાસે ન જવાની ચેતવણી આપી છે જેને છેલ્લી વખત સુરક્ષા ફૂટેજમાં રવિવારે એક પ્લેટિંગ ફેક્ટરીમાંથી નીકળતા જોઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે એક કાર્યકર્તા દ્વારા શોધવામાં આવેલા પંજાના નિશાનથી હેક્સાવલેન્ટ ક્રોમિયમની ૩-મીટર ઊંડી ટાંકી મળી આવી હતી જે એક કેન્સરનું પેદા કરનારું રસાયણ છે જેને સ્પર્શ કરવાથી અથવા શ્વાસ લેવા પર ફોલ્લીઓ અને સોજો આવી શકે છે.
ફુકુયામા સિટી હોલના એક અધિકારીએ જણાવ્યું કે આસ- પાડોસની તલાશી દરમિયાન હજુ સુધી બિલાડી નથી મળી અને તે પણ સ્પષ્ટ નથી કે તે જીવિત છે કેનહીં.
નોમુરા મેક્કી ફુકુયામા ફેક્ટરીના મેનેજર અકીહિરો કોબાયાશીએ જણાવ્યું હતુંકે જ્યારે કામદારો સપ્તાહના અંતે કામ પર પરત ફર્યા ત્યારે કેમિકલ વૈટને ઢાંકવામાં આવતી એક શીટ આંશિક રીતે ફાટેલી મળી આવી. તેમણે કહ્યું કે કર્મચારીઓ ત્યારથી બિલાડીની તલાશી કરી રહ્યા છે.
કોબાયાશીએ કહ્યું કે, ફેક્ટરીના કર્મચારીઓ સામાન્ય રીતે સુરક્ષાત્મક કપડા પહેરેછે અને કર્મચારીઓમાં કોઈ સ્વાસ્થ્ય સમસ્યા સામે નથી આવી.
હેક્સાવલેન્ટ ક્રોમિયમ અથવા ક્રોમિયમ-6, કદાચ 2000ની ફિલ્મ'એરિન બ્રોકોવિચ'માં જુલિયા રોબર્ટ્સ અભિનીત કેન્સરજન્ય રસાયણ તરીકે ઓળખાય છે.
વાસ્તવિક જીવનના કાનૂની કેસ પર આધારિત આ નાટકીયકરણ એક ઉપયોગિતા કંપની વિરુદ્ધ નામધારી કાર્યકર્તાની લડત પર કેન્દ્રિત છે જેના પર ગ્રામીણ કેલિફોર્નિયા સમુદાયમાં પાણી પ્રદૂષિત કરવાનો આરોપ છે જેના કારણે તેના રહેવાસીઓમાં કેન્સરનું સ્તર વધ્યુ અને મૃત્યુ થઈ ગયા.
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) પ્રમાણે આ પદાર્થ આંખો, ત્વચા અને શ્વસનતંત્ર માટે હાનિકારક છે.
CDCએ તેની વેબસાઈટ પર કહ્યું છે કે, હેક્સાવલેન્ટ ક્રોમિયમના સંપર્કથી શ્રમિકોને નુકસાન થઈ શકે છે.એક્સપોઝરનું સ્તર ડોઝ, સમયગાળો અને કરવામાં આવી રહેલા કાર્ય પર નિર્ભર છે.
નિષ્ણાતોએ આ વાત પર શંકા વ્યક્ત કરી છે કે, આ પદાર્થના સંપર્કમાં આવ્યા બાદ બિલાડી લાંબો સમય જીવિત રહી શકશે કે નહીં. સ્વીડનની કારોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટમાં રાસાયણિક જોખમ મૂલ્યાંકનમાં નિષ્ણાત સંશોધકે જણાવ્યું કે મારું અનુમાન છે કે બિલાડી કમનસીબે મૃત્યુ પામી છે અથવા રાસાયણિક જલનથી ટૂંક સમયમાં મૃત્યુપામશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024