ડેટિંગની વેબસાઇટ જોનારા ચેતજો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં ગોંડલના આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા
11-Jun-2021
પ્રતિકાત્મક તસવીર
રાજકોટ: ગોંડલમાં રોકેલા રૂપિયાના ત્રણ ગણા રૂપિયા કરવા જતા આધેડ ઓનલાઇન ટોળકીનો શિકાર બન્યા છે. ગોંડલ શહેર પંથકમાં તાજેતરમાં જ પોર્ન સાઇટ (Adult site) જોવાના શોખીનો લાખો રૂપિયામાં છેતરાયાની ઘટના બની છે. ત્યારે ગુંદાળા રોડ પર આવેલ બ્રહ્માણી પાર્કમાં રહેતા આધેડ વીઆઈપી મેમ (VIP ma'am) સાથે ડેટિંગ-સેકસ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં 1,29,33,900 રૂપિયાની રોકડ રકમની છેતરામણીનો (Fruad case) ભોગ બનતા સિટી પોલીસમાં ફરીયાદ (complaint in ct police) નોંધાઇ.
ગોંડલ તાલુકાના ગરનાળા ગામના અને હાલ ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા બ્રહ્માણી પાર્કમાં રહેતા અને મહારાષ્ટ્રમાં jcbનું કામ કરતા અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ વિરપરિયા (ઉંમર 51) વીઆઈપી મેમ સાથે ડેટિંગ-સેકસ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં 1,29,33,900 ની રોકડ રકમની છેતરામણીનો ભોગ બન્યા હતા.
જેના પગલે સિટી પોલીસમાં દાનિશ પટેલ, કેરાજ ભાટી, પાર્થ યાજ્ઞિક, શિક્ષા બક્ષી, અભિષેક, જોસેફ, કમલેશ, કૌશલ, એપલ, અલ્પેશ, કેશવ, રોહન પવાર, નિમેષ સોની અને રમેશ નામના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 406, 420, 120b મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં જણાવ્યું હતું કે આશરે એકાદ વર્ષ પહેલા તેઓ મહારાષ્ટ્રથી ગુજરાત આવી રહ્યા હતા. ત્યારે અમદાવાદ પાસે તેમના મોબાઇલમાં એક મેસેજ આવ્યો હતો હાઈપ્રોફાઈલ vip મેમ સાથે ડેટિંગ અને સેક્સમાં રસ ધરાવતા હોય તો મેસેજ કરવા જણાવાયું હતું અને તે મુજબ મેસેજ કરવામાં આવ્યો હતો.બાદમાં મેમ્બરશીપ મેળવવા બેંક એકાઉન્ટમાં રૂપિયા ભરવાનું જણાવાયું હતું. ઉપરોક્ત જણાવ્યા મુજબ વારાફરતી જુદા જુદા લોકોના મોબાઇલ ફોન આવ્યા હતા. આંગડિયા પેઢી આરસી એન્ટરપ્રાઇઝ, પીએમ એન્ટરપ્રાઇઝ મારફત રકમ ટ્રાન્સફર કરી હતી. રોકેલા રૂપિયા ત્રણ ગણાની લાલચ પણ આપવામાં આવી હતી અને છેતરામણનો ભોગ બન્યા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024