22 કરોડનું ઇન્જેક્શન લેવાની જરૂર નથી, ધૈર્યરાજ જેવી બીમારીને અમદાવાદમાં મફતમાં મટતી હોવાનો દાવો
12-Jun-2021
પ્રતિકાત્મક તસવીર
ગુજરાતમાં ધૈર્યરાજસિંહની બીમારી ખુબ જ ચર્ચામાં છે કારણ કે આ બીમારી ની દવા ખુબ જ મોંઘી છે, સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફીની બિમારીની સારવાર માટે માત્ર એક ઇન્જેક્શન જ 22 કરોડનું વેચાતુ લેવું પડે છે પરંતુ આ પ્રકારની બીમારીનો દેશી ઈલાજ શક્ય છે. જી હા અમદાવાદના સૌરભ પટેલ દ્વારા આ બીમારીનો ઈલાજ ફેનયુગ્રીક ટ્રીટમેન્ટથી થઇ શકે છે. જેના માટે અમદાવાદમાં
SMA -1 (Spinal muscular atrophy) એ એવી બીમારી છે કે જેની દવા એક સામાન્ય પરિવાર તેમના બાળક માટે કરી શકે તે શક્ય નથી. ધૈર્યરાજસિંહ કે જેને મદદ કરવા સોસિયલ મીડિયા પર મુહિમ ચાલી અને લોકો આ મુહિમ માં જોડાયા પરંતુ ગુજરાતમાં આવા 40 દર્દીઓ છે કે જેઓ આ બીમારીથી પીડાય છે અને આ બાળકો માટે સૌરભ પટેલ મદદ કરવા સામે આવ્યા છે.
શું છે દાવો?
સૌરભ પટેલનું કહેવું છે કે, ફેનયુગરિક ટ્રીટમેન્ટથી આ બીમારી દૂર કરવી શક્ય છે. આ બીમારીમાં મસલ માં દુખાવો, શ્વાસ લેવા તકલીફ થવી, સ્નાયુઓ નબળા પડવા, બાળક ચાલી ન શકે જેવા લક્ષણો જોવા મળતા હોય છે. જેની દવા માટે 22 કરોડનું ઇન્જેક્શન આપવું પડતું હોય છે. પરંતુ આ ફેનયુગરિક ટ્રીટમેન્ટમાં મેથી ભરેલી બેગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. મેથી આમ તો દરેક લોકોના ઘરમાં હોય છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવાથી આ બીમારી જવી શક્ય છે.
શું છે આ પદ્ધતિ
આ ફેન્યુગ્રીક પદ્ધતિ માં મેથી ભરેલી બેગ થી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.જેથી તેમાં રહેલા ઇલેક્ટ્રો મેગ્નેટિક વેવએ ઊર્જા ઉત્પન્ન કરે છે અને જે મસલને રિલેક્સ કરે છે. આનાથી ઘણા બધા રોગો માં રાહત મળે છે.છેલ્લા ઘણા વર્ષથી આ યુનિક ટ્રીટમેન્ટ દ્વારા તેઓ ઘણા રોગીઓને સ્વસ્થ કરી ચૂક્યા છે.
આ ગંભીર બીમારીઓમાં પણ આ છે અકસીર
ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શ્વાસ લેવામાં તકલીફ, લકવો અને વા જેવા રોગો માં પણ આ ઈલાજ અકસીર સાબિત થાય છે.આ ઈલાજથી શરીર ના દુખાવા માં ખુબજ રાહત મળે છે. હાલ તેઓ જય્તવી પટેલ અને હેત નામના બાળકની ટ્રીટમેન્ટ કરી રહયા છે. બંને બાળકના પરિવાર પાસે એટલા પૈસા નહોતા કે તેઓ આટલી મોંઘી સારવાર કરાવી શકે માટે તેઓ ફેનયુગરિક ટ્રિટમવેન્ટ કરાવતા હવે તેમના બાળક ચાલી શકે છે. ગુજરાતના 40 દર્દીઓને સૌરભ પટેલ દ્વારા આ ટ્રીટમેન્ટ ફ્રીમાં કરી આપવા પહેલ કરી છે જે સારાહનીય છે
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025