અમદાવાદ : તાજેતરમાં જ બનાસકાંઠાના એક વ્યક્તિએ ફેસબુક પર એવી પોસ્ટ કરી છે. કે જેના કારણે સમગ્ર જીલ્લામાં ચકચાર મચી પામી છે. ભાચર ગામના માઘાભાઈ પટેલ દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે. જેના કારણે હાલ તેઓ ચર્ચામાં આવી ગયા છે.
માઘાભાઈએ ફેસબુક પોસ્ટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે તેઓ ટૂંક સમયમાં એક નેતાનો વીડિયો અપલોડ કરશે. જે વીડિયો તેઓ અપલોડ કરવાના છે તે વીડિયો આપત્તીજનક છે. તેવો તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. પરિણામે તેમની આ પોસ્ટને લઈને બનાસકાંઠામાં હાલ મોટા પાયે રાજકીય હલચલ જોવા મળી રહી છે.
15 ઓગ્સટના રોજ બપોરે 12:39 વાગ્યે તેઓ વીડિયો અપલોડ કરશે તેવો તેમણે ઉલ્લેખ કર્યો છે. સાથે જ માઘાભાઈએ જે પોસ્ટ કરી છે. તેમા તેમણે એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. કે પાલનપુર સર્કિટ હાઉસમાં નેતા આપત્તિજનક હરકત કરતા હતા. જેમનો વીડિયો તેઓ 15 ઓગસ્ટના રોજ ફેસબુક પર પોસ્ટ કરવાના છે.
ઉલ્લેખનીય છે એવો તો કયો વીડિયો છે કે જેને લઈને માઘાભાઈ પટેલ દ્વારા આવી ચીમકી ઉચ્ચરવામાં આવી છે. તે મામલે બધા વિચારમાં મુકાઈ ગયા છે. સાથેજ પોસ્ટ બાદ બનાસકાંઠાના રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.તેમ એક ગુજરાતી ચેનલની વેબસાઇટનો અહેવાલ જણાવે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024