ઈંગ્લેન્ડના પ્લાયમાઉથ શહેરમાં અંધાધૂંધ ગોળીબારઃ 7નાં મોત

14-Aug-2021

દક્ષિણ પશ્ચિમ ઈંગ્લેન્ડનાં પ્લાયમાઉથ શહે૨માં અંધાધૂંધ ગોળીબારી થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રોઇટર્સ અનુસાર, સશસ્ત્ર વ્યક્તિએ પ્લાયમાઉથ શહેરમાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ફાયરિંગમાં છ લોકોનાં મોત થયા છે. પોલીસે હવે કમાન સંભાળી લેતા સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી. હુમલામાં બે મહિલા, ત્રણ પુરુષ અને એક શંકાસ્પદ વ્યક્તિનું મોત થયું હતું. ગોળીબારમાં ઘાયલ થયેલી એક મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને કારણે ઈંગ્લેન્ડનાં સ્થાનિક સાંસદ જોની મર્સે લોકોને શાંત રહેવાની વિનંતી કરી છે. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે, આ ઘટનાનો આતંક સાથે કોઈ સંબંધ નથી, અને પ્લાયમાઉથનો શંકાસ્પદ પણ ભાગી છુટ્યો નથી. ગૃહમંત્રી પ્રીતિ પટેલે આ ઘટનાને આઘાતજનક ગણાવી હતી અને કહ્યું હતું કે તેમને અસરગ્રસ્ત લોકો પ્રત્યે સહાનુભૂતિ છે. ઘટનામાં શું થયું તે અંગે તેમણે વધુ વિગતો આપી નથી. તેમણે ગોળીબારની ઘટના અંગે ટ્વિટ કર્યું હતું કે મેં ચીફ કોન્સ્ટેબલ સાથે વાત કરી છે અને મારો સંપૂર્ણ સહકાર આપ્યો છે. તેણીએ ટ્વિટ કર્યું, “હું દરેકને શાંત રહેવા વિનંતી કરું છું, પોલીસની સલાહને અનુસરો અને અમારી ઈમરજન્સી સેવાઓને તેમનું કામ કરવા દો.” બીજી તરફ પોલીસ દળનાં જણાવ્યા અનુસાર આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો, પરંતુ કોઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ નથી. કારણ કે બંદૂકધારીનું આ પહેલા જ મોત થઇ ગયુ છે. પ્લાયમાઉથ મૂર વ્યૂનાં સાંસદ જોની મર્સરએ અગાઉ કહ્યું હતું કે આ ઘટના આતંક સંબંધિત નથી. 

Author : Gujaratenews