કેળવણીધામ- સરદારધામ સંસ્થા નેજા હેઠળ ચાલતા સિવિલ સર્વિસ કેન્દ્રના 31 જેટલા યુવાનો તાલીમ લઈ નાયબ મામલતદાર અને સેકસન અધિકારી તરીકે પસંદગી પામ્યા. સંસ્થાની સેવાઓની સુવાસ વિશ્વ પાટીદાર સમાજમાં પ્રસરી
વિશ્વ પાટીદાર સમાજના સંચાલિત કેળવણીધામ- સરદાર ધામના સિવિલ સર્વિસ તાલીભ કેન્દ્ર દ્વારા સમગ્ર પાટીદાર સમાજના બાળકો માટે સિવિલ સર્વિસના તાલીમ અને અભ્યાસક્રમની સુંદર કામગીરી અને કેળવણીના ઉત્તર યજ્ઞોત્સવ જેવું કામ કરવામાં આવે છે અને આજ સુધીમાં સંસ્થામાં તાલીમ પામેલા અસંખ્ય યુવાનો સરકારમાં અધિકારી બની સેવા આપી રહ્યા છે તાજેતરમાં જી.પી.એસ.સી.ની પરીક્ષામાં પાટીદાર સમાજના એકત્રીસ જેટલા યુવાનો નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર તરીકે સરકારમાં પસંદગી પામ્યા છે અને કેટલાક બાગાયતી અધિકારી બની ગયા છે જે સમાજ માટે આનંદની વાત છે. સંસ્થાનુ ટ્રસ્ટી મંડળના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરિયા ઉપ પ્રમુખો નટુભાઈ, નાગજીભાઈ શીંગાળાા અને નિવૃત આઈ.એસ.અધિકારીઓ ટી જે ઝાલાવાડિયા, એસ એલ મીના,એસ એચ પટેલે અભિનંદન આપ્યા હતા અને જુદા જુદા નિષ્ણાતો દ્વારા તાલીમાર્થીઓને સુંદર તાલીમ આપવામાં આવે છે. તમામ પસંદગી પામેલા યુવાનોને સંસ્થાના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ અભિનંદન આપ્યા છે અને હજુ પણ પાટીદાર સમાજના વધુ શિક્ષિત યુવાનો સંસ્થાનો લાભ લે માટે અનુરોધ કરી રહ્યા હોવાનું સંસ્થાના મીડીયા કન્વીનર મહેન્દ્રપ્રસાદે એક નિવેદનમાં જણાવ્યું છે.
ટોટલ કેળવણીધામથી 130 છોકરાઓએ એક્ઝામ આપી. એક્ઝામ લીસ્ટમાં 44 પટેલ સમાજના દીકરા દીકરીઓ પાસ થયાં. તેમાંથી 31 કે.ધામ- સ.ધામના છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024