રાજકોટ-કાલાવડ રોડ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના ચાર તબીબ વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત

04-Aug-2021

તસવીર: રાજકોટ-કાલાવડ રોડ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અને રાજકોટના મૃતક તબીબ વિદ્યાર્થીઓ.

રાજકોટ: રાજકોટ કાલાવડ રોડ પર મંગળવારે મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 4 મેડિકલના વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા.

જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતકો પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. મૃતક નિશાંત દાવડા,આદર્શ ગોસ્વામી અને ફોરમ ધ્રાંગધરિયા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાં ગયા હતા. આ ઉપરાંત બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઇજા પહોંચી હતી.આ ગમખ્વાર અકસ્માતમાં આગળ બેઠેલા આદર્શ અને નિશાંતના ટુકડે ટુકડા થઈ ગયા હતા. જ્યારે અન્ય મહાનગર પાલિકામાં ફરજ પર રહેલા બે મહિલા તબીબને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમ્યાન ડૉ. સિમરન ગિલાનીનું મોત થયુ હતું. જયારે ડૉ. કૃપાલી ગજજર હાલ સારવાર હેઠળ છે. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર મેટોડા GIDC નજીક બપોરના 1 વાગ્યા આસપાસ કારચાલક અચાનક કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડર કુદીને રોંગ સાઇડમાં કૂદી ગઇ હતી અને રાજકોટથી કાલાવડ તરફ જઇ રહેલી ST બસ સાથે ધડાકાભેર અથડાતાં કારનો ભુક્કો બોલી ગયો હતો, જેમાં ST બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 2 વિદ્યાર્થીની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા.આ અકસ્માતમાં ડૉ. સિમરન ગિલાનીનું સારવાર દરમિયાન મોત થયુ હતું. જયારે ડૉ. કૃપાલી ગજજર હાલ સારવાર હેઠળ છે. ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં કાર બસની આગળના ભાગમાં અંદર ઘૂસી ગઇ હતી, જેને બહાર કાઢવા JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટનામાં કારમાં બેઠેલા પાંચ પૈકી આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે સીમરન ગીલાની અને કૃપાલી ચેતનભાઇ ગજ્જરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ ત્યાં ફોરમનો નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. મૃતકોમાં સીમરન, નિશાંત અને આદર્શ તથા ફોરમ રાજકોટના જ વતની હતા. જયારે ગંભીર ઈજાગ્રસ્ત કૃપાલી ભાવનગરની છે.

આ ઉપરાંત મૃતક ફોરમ હર્ષદભાઇ ધ્રાંગધરિયા (ઉ.વ.22) કોઠારિયા રોડ નંદા હોલ પાસે ભારતી નગરમાં રહેતી હતી. તે હોમિયોપેથી કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે એક ભાઇથી મોટી હતી. તેના પિતા મિસ્ત્રીકામ કરે છે. આશાસ્પદ દીકરીના મોતથી ગુર્જર સુથાર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો, જ્યારે ST બસમાં બેઠેલા કાલાવડ ખત્રીવાડના યુસુફઅલી તૈયબઅલી સાદીકોટ તથા જીવુબેન બેચરભાઇને ઇજા થતાં તેમને પણ રાજકોટ હોસ્પિ.માં દાખલ કરાયા હતા.

મૃતકો

1.ડો. ફોરમ ધ્રાંગધરિયા (રાજકોટ)

2.ડો. નિશાંત દાવડા (રાજકોટ)

3.ડો. આદર્શ ગોસ્વામી (રાજકોટ)

4.ડો. સિમરન ગિલાની (રાજકોટ)

Author : Gujaratenews