દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના ગુજરાતના 122 તાલુકાઓમાં ધોધમાર વરસાદ, આણંદમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ
18-Jun-2021
ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. મધ્યમાં આણંદ, વડોદરામાં તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના સ્થળે વરસાદ વરસ્યો છે. આણંદમાં ગુરુવારે ચાર કલાકમાં 7 ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.
કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાપર તાલુકાના નિલપર અને આસપાસના ગામડાઓમાં વાવણીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ભારે પવન સાથેના વરસાદના કારણે લાઈટના થાંભલા ધરાશાયી થતા વિજળી ગૂલ થઈ છે. ભચાઉના ખારોઈ, ચોબારી, કણખોઈ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોઘમાર વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ શરુ થવાના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ગણદેવીમાં 5.7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી વલસાડ શહેરમાં 5.5 ઈંચ, પારડીમાં સાડા 4 ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 4 ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં 4 ઈંચ, ભાવનગર શહેરમાં 3 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3 ઈંચ, સુરત શહેર અને નવસારીમાં 3 ઈંચ, નવસારીના જલાલપોર અને ખેરગામમાં 2.8 ઈંચ, નવસારીના ખેરગામમાં 2.7 ઈંચ, અમરેલીના લાઠીમાં 2.6 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 2.4 ઈંચ, વલસાડના વાપીમાં , ભાવનગરના વલ્લભીપુરમાં 2 ઈંચ, સુરતના ઓલપાડમાં 2 ઈંચ વરસાદ, જામનગરના કાલાવાડ અને આણંદના તારાપુરમાં 1.8 ઈંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં આજે સવારે 6 થી 8માં રાજ્યના 25 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધારે આણંદમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઓલપાડ 2.5 ઈંચ, સુરતના ચોરયાશીમાં અઢી ઈંચ, આણંદના પેટલાદમાં 1.5 ઈંચ અને બોટાદના બરવાળામાં અડધો ઈંચ ખાબક્યો હતો.
સુરતના ચોર્યાસીમાં અઢી ઈંચ, આણંદના પેટલાદમાં 1.5 ઈંચ અને બોટાદના બરવાળામાં અડધો ઈંચ ખાબક્યો હતો. ગુજરાતમાં આજે સવારે 6 થી 8માં રાજ્યના 25 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે આણંદમાં ચાર કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો.મોરબીના હળવદ પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ધોધમાર વરસાદના કારણે મોરબી જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ચીખલી ખાતે આવેલ નેશનલ હાઇવે નંબર 48 સહિત તાલુકામાં ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આજે વહેલી સવારથી નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા વરસાદ વરસી રહ્યો છે.ભારે ઉકળાટની વચ્ચે ગઈકાલથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે. સરકારી આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ખેડાના વસોમાં 2.4 ઇંચ વરસાદ પડ્યો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024