આ બોલ્ડ એક્ટ્રેસની તારક મહેતા...શોમાં એન્ટ્રી, પોપટલાલ સાથે શું છે સંબંધ જાણો

19-May-2021

જેઠાલાલથી ભીડે સુધી, પોપટલ લાલથી ઐયર સુધી દરેક કેરેક્ટરના લોકો ફેન છે અને થોડા સમયથી ગોકુલધામ સોસાયટીમાં નવા એક્ટરની એન્ટ્રી પણ નથી થઇ. ત્યારે હવે સ્પ્લિટ્સવિલામાં પોતાના બોલ્ડ અંદાજથી લોકોને ઘાયલ કરનારી આરાધનાએ શોમાં એન્ટ્રી કરી છે. રુમ સર્વિસ સ્ટાફની મેમ્બર બનીને તે ગુંડાઓની મદદ કરી રહી છે. આરાધનાએ શોમાં એન્ટ્રી લીધી તે બાદ ફરી એકવાર તે લાઇમલાઇટમાં આવી છે. સોશ્યલ મિડીયા પર તો તે પોતાના બોલ્ડ અંદાજ દ્વારા છવાયેલી જ રહે છે. એક્ટ્રેસની એક્ટિંગ સિવાય તેનો ડાન્સ પણ લાજવાબ છે. તે સિવાય આરાધના એક શ્રેષ્ઠ મોડલ પણ છે અને ઘણા ફેશન શોઝમાં નજર આવી ચૂકી છે. 

 દિલીપ જોશીએ તેની અભિનય કારકિર્દીમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેણે ફિલ્મોથી લઈને ટીવીની દુનિયામાં ઘણું કામ કર્યું છે. તેણે હમ આપકે હૈ કૌન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાજ, દિલ હૈ તુમ્હારા જેવી ઘણી ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવી છે. એક સમયે બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરીને 50 રૂપિયા કમાતા જેઠાલાલ આજે રોયલ જીવનશૈલી જીવે છે.

 

દિલીપ આજે 'તારક મહેતા'ના દરેક એપિસોડ માટે લગભગ દોઢ લાખ રૂપિયા લે છે. દર મહિને તે 36 લાખ રૂપિયાની કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે દર વર્ષે ચારથી પાંચ કરોડ રૂપિયા કમાય છે. આટલું જ નહીં, રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જોશીને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે ઓડી ક્યૂ 7 કાર છે જેની કિંમત લગભગ 80 લાખ રૂપિયા છે.

 

આ શોમાં દરેક પાત્રો શોની વગર કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ શોમાં જેઠાલાલનું પાત્ર સૌથી મજેદાર અને ફેમસ છે. દિલીપ જોશી આ શોમાં છેલ્લા 12 વર્ષથી જેઠાલાલનો રોલ નિભાવી રહ્યા છે. જોકે, આ પહેલાં તે ઘણી ફિલ્મમાં જોવા મળી ચૂક્યા છે. જેઠાલાલની કોમિક ટાઈમિંગ, પર્સનાલિટી અને દમદાર અભિનયને કારણે આજે તે ઘર ઘરમાં જાણીતા બન્યા છે. 

હાલમાં પોપટલાલ અને હાથી ભેગા થઇને દવાની કાળા બજારીનું કૌભાંડ પકડવા માટે વેશ બદલીને મિશન કાલા કૌંઆ ચલાવી રહ્યાં છે અને જે લોકો દવાની કાળા બજારી કરે છે તે લોકો માટે આરાધના કામ કરી રહી છે. '

 

તારક મહેતા...માં આરાધના શર્મા ડિટેક્ટિવના કેરેક્ટરમાં દેખાઇ રહી છે અને એક ગુંડાના ગેંગ મેમ્બર તરીકે કામ કરી રહી છે. 

Author : Gujaratenews