અમદાવાદ: સાણંદના એક યુવકે અજાણ્યા શખ્શો સામે સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી છે. યુવકે તાજેતરમાં અખબારમાં પ્લે બોયની (PlayBoy) નોકરી મેળવી લાખો રૂપિયા કમાવો તેવી જાહેરાત વાંચી હતી અને રૂપિયા મળતા હોવાથી આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો.ત્યારે મહિલાએ સૌથી પહેલા વાત કરી હતી. ઠગ ટોળકીએ પહેલાં પૈસા ભરવાનું કહી અલગ-અલગ બહાને 43,500 રૂ. ભરાવડાવી તેને એક મહિલાને મળવા મોકલ્યો હતો. તયા કોઇ ન મળતા પોતે ઠગાઈનો ભોગ બન્યો હોવાની શંકા જતા પોલીસ ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય સાયબર ક્રાઇમે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ સાબરકાંઠા હિંમતનગરનો 25 વર્ષીય યુવક હાલ સાણંદમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં એક કંપનીમાં નોકરી કરે છે.યુવકે જણાવ્યું કે વર્ષ 2020માં જૂન મહિનામાં તે તેના ઘરે હતો ત્યારે એક ન્યૂઝપેપર વાંચતો હતો. ત્યારે તેમાં પ્લેબોય તરીકેની નોકરી મેળવી 46 હજારનો પગાર મેળવવા બાબતે ની જાહેરાત તેણે વાંચી હતી અને જાહેરાત માં આપેલા નંબર પર તેને ફોન કર્યો હતો. ત્યારે આ નંબર પર ફોન કરતાં કોઈ છોકરા એ ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે જાહેરાત મુજબ નોકરી મેળવવી હોય તો શરૂઆતમાં જોઇનિંગ ફી પેટે 1000 રૂપિયા ભરવાના રહેશે. યુવકે આ રૂપિયા ભરી દીધા હતા. ત્યારબાદ આ વ્યક્તિનો વારંવાર સંપર્ક કરતા તેણે ફોન ઉપાડ્યો નહોતો ત્યારે આ યુવકે વોટ્સએપ ઉપર મેસેજ કરી જણાવ્યું હતું કે મારો ફોન ઉપાડો અને મારે શું કરવું તે બાબત નો રીપ્લાય આપો.જો કે તેમ છતાં પણ સામેવાળા વ્યક્તિ એ આ યુવકને કોઈ જવાબ આપ્યો ન હતો. બાદમાં તેને એક નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તમારું કામ થઈ ગયું છે. તમારે બીજા પૈસા ગોલ્ડ કોઈન તેમજ અન્ય અલગ-અલગ સ્કીમ માટે પેટીએમ નંબર ઉપર ભરવા પડશે.
જેથી આ યુવકે ટૂકડે ટૂકડે 42,500 રૂપિયા ભર્યા હતા. આ તમામ રૂપિયા રિફંડેબલ હોવાનું કહી યુવક પાસેથી મેળવી લીધા હતા. બાદમાં યુવકને ફોન કરી સેટેલાઈટ રોડ ઉપર જવા કહ્યું હતું અને ત્યાં કાવ્યા નામની મેડમ મળશે તેમ જણાવ્યું હતું.
યુવક સેટેલાઇટ પહોંચી ગયો જ્યાં કાવ્યા મેડમની રાહ જોતો હતો અને ફોન કરતા એ ફોન બંધ આવતો હતો. જેથી કાવ્યા મેડમ સાથે સંપર્ક થઇ શકયો ન હતો અને ફોન કરનાર ઠગ યુવકનો પણ ફોન બન્ધ આવતો હતો. જેથી પોતે ઠગાઈનો ભોગ બન્યો હોવાની જાણ થતા આ યુવકે આબરૂ ના જાય તે માટે પોલીસ ફરિયાદ કરી ન હતી.
પરંતુ અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતેથી આ બાબતે ફોન આવતાં યુવકે પોતાની સાથે પ્લેબોય તરીકે નોકરી આપવાની લાલચ એ અજાણ્યા શખ્સોએ 43,500 રૂપિયાની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઘરે બેઠા રૂપિયા કમાવવાની જાહેરાત જોઈને જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરતા યુવકે રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો હતો. બોપલ વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા એક યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી કે, તેને એક ન્યૂઝ પેપરમાં બેરોજગારોને રૂપિયા 20 હજાર કમાવવાની તકની જાહેરાત જોઈને તેણે જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024