પિનરાઇ વિજયન સતત બીજી વખત બન્યા કેરળનાં મુખ્ય પ્રધાન, જમાઇ રિયાઝને મળ્યું કેબિનેટમાં સ્થાન

20-May-2021

CPIMનાં અગ્રણી નેતા પિનરાઈ વિજયને સતત બીજી વખત કેરળના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. પાટનગર તિરુવનંતપુરમમાં આયોજીત શપથ વિધિ સમારોહમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. 76 વર્ષીય મુખ્યમંત્રી વિજયનને તેમની કેબિનેટમાં 21 ધારાસભ્યોને મંત્રીઓ બનાવ્યા છે. 

 

શપથ સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજયનને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું કે, “પિનરાઈ વિજયનને મુખ્યમંત્રી પદના શપથ લેવા અને પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરવા માટે શુભેચ્છા.”

 

LDF સરકારે શપથ ગ્રહણ સમારોહ પહેલા પિનરઈ વિજનય અને તેમની કેબનેટનાં પ્રધાનોએ 1940માં અહીં થયેલા મજૂર વર્ગના પુન્નાપરા-વાયલાર આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિજયન સૌપ્રથમ વાયલારમાં સ્થિત એક સ્મારક પર ગયા હતા અને પાર્ટી કાર્યકર્તાઓના નારા વચ્ચે શહીદોને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. 

 

પ્રથમ વખત પ્રધાન બનનારાઓમાં DYFIનાં રાષ્ટ્રીય પ્રમુખ અને વિજયનના જમાઈ પીએ મોહમ્મદ રિયાસ, સીપીઆઈના કાર્યકારી રાજ્ય સચિવ એ વિજયરાગવનના પત્ની આર બિંદુ (CPI), જીઆર અનિલ, ચિંચુ રાની અને પી પ્રસાદ (CPI) અને અહમદ દેવરકોવિલ (INL)ને સમાવેશ થાય છે. 

Author : Gujaratenews