'ગુજરાતી મુન્ની બદનામ હુઈ' 27 લગ્ન, 3 સગાઈ કરાવીને યુવતીને મલેશિયામાં સેકસવર્કર બનાવી હતી

28-May-2021

   પ્રતિકાત્મક તસવીર

મલેશિયામાં સજા ભોગવી ચુકેલી વહિદા ઉર્ફે મુન્ની ઉર્ફે મીના અલ્લારખા પઠાણ ભારત પરત ફરી હતી. બીજી તરફ ભરૂચ પેરોલ ફ્લો સ્કવોર્ડને તે તેના ઘરે હોવાની માહિતી મળતા 4 વર્ષથી મલેશિયા કાંડમાં વોન્ટેડ મુખ્ય સૂત્રધાર મુન્નીને પકડી પાડવામાં આવી હતી.

લૂંટેરી દુલ્હન બનાવી ભરૂચની યુવતીના ગુજરાતના 14 જિલ્લામાં 27 લગ્ન અને 3 સગાઈ કરાવી લાખોની મત્તા તફડાવ્યા બાદ મલેશિયામાં દેહવેપારમાં ધકેલી દેવાનો મામલો વર્ષ 2017માં સામે આવ્યો હતો. મલેશિયામાં સ્થાનિક પોલીસે પીડિતાને મુક્ત કરાવી ભારત મોકલી મુખ્ય સુત્રધારની ધરપકડ કરતા તેને જેલની સજા થઇ હતી.યુવતીએ આ ચુંગલમાંથી બહાર નીકળવાની કોશિશ કરી હતી ત્યારે વહીદા અને તેનો પુત્ર ફિરોજ તેને મારી નાખવાની અને તેનાં લગ્નના આલ્બમ પોલીસને બતાવી દેવાની ધમકી આપી તેની પાસે જબરદસ્તી વેપલો ચલાવાતો હતો. ગુનાની દુનિયા છોડવાના બહાને પટાવી ફોસલાવી 2017 માં વહીદા અને તેની બહેન મોહંમદીએ યુવતીને સ્ટિકર વેચવાનો વેપાર કરવાના બહાને મલેશિયા લઈ જઈ ત્યાં દેહવેપારના ધંધામાં જબરદસ્તી ધકેલવાની કોશિશ કરી હતી.જે હોટલમાં પીડિતાને દેહવ્યાપાર માટે મોકલાઈ હતી ત્યાં એક પાકિસ્તાની યુવક મળતા યુવતીએ આપવીતી જણાવી હતી. પાકિસ્તાની નાગરિકે મલેશિયાની પોલીસમાં ફરજ બજાવતી તેની ભાભીને સમગ્ર ઘટના બાબતે જણાવતાં મલેશિયા પોલીસે તાત્કાલિક અસરથી યુવતીને દેહવેપારમાં ધકેલવાની કોશિશ કરનાર ભરૂચની વહીદા અને મોહંમદીની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા હતા .

ઇન્ડિયન હ્યુમન રાઈટ્સ દ્વારા મામલો ભરૂચ પોલીસને સોંપતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. મુખ્ય આરોપી વહીદા ઉર્ફે મુન્ની મલેશિયાની જેલમાંથી છૂટ્યા બાદ ભરૂચમાં હોવાનું ધ્યાને આવતા વોન્ટેડ મુખ્યસૂત્રધાર વહીદા ઉર્ફે મુન્નીને ભરૂચ પેરોલ ફ્લો સ્કવોર્ડના સબ ઇન્સ્પેકટર બી . ડી. વાઘેલાની ટીમે  ઝડપી પાડી છે.પાકિસ્તાની શખસે મલેશિયાની પોલીસમાં ફરજ બજાવતી તેની ભાભીની મદદથી બચાવી લીધી હતી. યુવતીને દેહવેપારમાં ધકેલનાર વહીદા સહીત ભરૂચની 2 મહિલાને મલેશિયા પોલીસે પકડી જેલમાં મોકલી આપી હતી.

Author : Gujaratenews