મોટા વરાછાના બિલ્ડરને સફાઈ કામદારની ફરિયાદ, ‘અમારે કામ કઈ રીતે કરવું, લેડિઝ ટોયલેટ-બાથરૂમમાંથી ઢગલો કોન્ડમ મળી આવે છે’

03-Jun-2021

પ્રતિકાત્મક તસવીર

સુરત : મોટા વરાછાના એક શોપિંગ કોમ્પ્લેક્સમાં બિલ્ડર સામે સફાઇ કામદારે બાથરૂમમાં કોન્ડમ મળતા હોવાની ફરિયાદ કરી છે. ક્રિષ્ના ટાઉનશીપ પાસે આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં બિલ્ડર સામે ત્યાના જ સફાઈ કામદારે વિચિત્ર ફરિયાદ કરતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
સુદામા ચોકથી ક્રિષ્ના ટાઉનશીપ તરફ જતા રસ્તા પર આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સના બાથરૂમમાં ઢગલાબંધ કોન્ડોમ મળી આવતા સફાઈ કામદારે બિલ્ડરને આવીને ફરિયાદ કરી છે કે આ કોમ્પ્લેક્સના લેડિઝ વોશરૂમમાં કેટલાક યુગલો બહારથી આવીને રંગરેલિયા મનાવી શારીરિક સંબંધો બાંધી ત્યાં જ કોન્ડમ ફેંકીને જતા રહે છે. જેના કારણે બાથરૂમમાં કોન્ડોમના ઢગલા થઈ રહ્યા છે.સવારના સમયે શોપિંગની સફાઈ વખતે બાથરૂમમાં જતી વેળા આશ્ચર્યજનક સ્થિતિમાં મુકાવું પડે છે. વળી સફાઈ કામદાર મહિલાઓ પણ હોવાથી તેમને પણ શરમજનક સ્થિતિમાં મુકાઈ જવું પડે છે. સફાઇ કામદારોએ બિલ્ડરને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, ‘અમારે કામ કઈ રીતે કરવું, લેડિઝ ટોયલેટ-બાથરૂમમાંથી ઢગલો કોન્ડમ મળી આવે છે’
 

તાજેતરમાં મોટા વરાછાના શોપિંગમાંથી કપલ બોક્સ પકડાયું હતું

હમણા થોડા સમય પહેલા એટલાન્ટા બિઝનેસ હબમાંથી કપલ બોક્સ પકડાયું હતું. જેમા 13 વર્ષની કિશોરીથી લઈને 25 વર્ષની યુવતી સહિતના 11 પકડાયા હતા. જે કપલ બોક્સમાં રંગરેલિયા મનાવતા હતા. પોલીસે રેડ પાડીને તમામની ધરપકડ કરી જામીન પર છોડ્યા હતા.

Author : Gujaratenews