Surat : મારુતિ વીર જવાન ટ્રસ્ટ યુવા ટીમ એટલે રાષ્ટ્રકાર્ય માટે હંમેશા તત્પર અને સક્રિય ટીમ, કોરોના કાળમાં માનવી જ્યારે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતો હતો ત્યારે એમના સાથી બનીને 72 દિવસો સુધી જેમણે રાત દિવસ જોયા વગર સતત સેવા કરી છે ત્યારે કોરોનાની બીજી લહેરમાં ફરી પાછી મુખ્ય જવાબદારીનાં ભાગરૂપે સંઘર્ષનાં સાથીઓને આર્થિક સહાય, હોસ્પિટલમાં મદદરૂપ બનવું, ઈન્જેક્શન, બેડ અને દવામાં મદદરૂપ બની ખુબ મોટી સેવા પુરી પાડી છે ત્યારે સૌરાષ્ટ્રમાં ગભરાયેલા લોકોમાં ડરનો માહોલ દુર કરવા માટે વતનની વ્હારે ટીમ બનાવી 5 ડોકટર ટીમ સાથે 7 દિવસ મારુતિ વીર જવાન યુવા ટીમ સભ્યો સાથે મળી જુદા જુદા જિલ્લા અને તાલુકાનાં ગામડાઓમાં મદદરૂપ બની ખુબ મોટી ઉમદા સેવા પુરી પાડી હતી.
તેના ભાગ સ્વરૂપે સંઘર્ષનાં સાથી કાર્યક્રમ નંબર 4નાં ભાગરૂપે ડોકટર સન્માનિત કાર્યક્રમ આયોજન સાથે નવા વિઝન અને મિશન સાથે યોજાયો હતો,આ કાર્યક્રમ થોડા સમય પહેલા કેનાલ રોડ ખાતે નવું શરૂ થયેલ ફાઉન્ટેઇન ફૂડ ઝોન ખાતે આ કાર્યક્રમની ઉજવણી માટે સહકાર આપી વધુ સુંદર અને સુશોભિત કર્યો હતો, આ કાર્યક્રમમાં મુખ્ય સ્થાને નનુભાઈ સાવલિયા, સ્પોન્સર અલ્પેશભાઈ બલર, નિકુંજભાઈ બલર અને ડોક્ટર ટીમ તેમજ સામાજીક અગ્રણીઓ મુખ્ય દાતાશ્રીઓ તેમજ સંઘર્ષનાં સાથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, સંઘર્ષનાં સાથી એટલે સુખદુખનાં સમય પર સભ્યો એકબીજા ને મદદરૂપ થઈ શકાય તેવા પ્રયાસો કરવા, સુરતમાં નિષ્ણાત ડોકટરો દ્રારા OPD માં 50% અને એડમિટ તથા ઓપરેશન માં 25% હોસ્પીટલ બીલ માંથી રાહત સાથે આ સભ્યોને સંઘર્ષનાં સાથી સહાયક યોજના માંથી 30% જેટલી રાહત અપાશે. સંઘર્ષના સાથીમાં કોઈપણ સંસ્થાનાં કાર્યકર્તા સેવાભાવી સભ્યો જોડાઈ શકે છે, જે બીજાની સેવા કરે છે એમને જ્યારે આપત્તિ આવે છે ત્યારે એમની સાથે મારુતિ વીર જવાનની યુવા ટીમ ઉભી રહે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024