સુરતના બારડોલીની માલીબા કોલેજમાં મહિલા પ્રોફેસરનો ડિપ્રેશનની બીમારીના કારણે ગળેફાંસો, પહેલા બ્લેડ મારી પછી કર્યો આપઘાત

29-Jun-2021

આપઘાત કરી લેનારા મહિલા પ્રોફેસરની ફાઈલ તસવીર

Surat : આપઘાતના પ્રમાણમાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે. નાની વાતમાં પણ લોકો આપઘાત કરી લેતા હોય છે. સુરતના બારડોલી નજીક માલીબા કોલેજમાં (Maliba College) પ્રોફેસર તરીકે ફરજ બજાવતા મહિલાએ(Woman professor) જીવન ટૂંકાવ્યું છે. મહિલાએ અચાનક જ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. હાલ તો આ મામલે અડાજણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. ડિપ્રેશનની બીમારીના કારણે આપઘાત કર્યો હોવાનું પોલીસનું કહેવું છે છેલ્લા દસ વર્ષથી સારવાર પણ ચાલતી હતી.

સુરતના અડાજણ વિસ્તારમાં પાલના રાજહંસ પ્લુટોમાં રહેતા ફોરમબેન અંકિતભાઈ બાવેજાએ સોમવારે બપોર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ગળે ફાંસો ખાધાની જાણ થતા તુરંત જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.

 

 

 

 

ફોરમ, માલીબા કોલેજમાં MSCમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને તેની સારવાર પણ ચાલતી હતી. આ મામલે અડાજણ પોલીસે આપઘાતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

 

અડાજણ પોલીસે જણાવ્યું હતું કે, ફોરમે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા અંકિત સાથે પ્રેમલગ્ન કર્યા હતા. હાલ એક અઢી વર્ષનો પુત્ર પણ છે. ફોરમબેન મૂળ હરિયાણાના સોનેપતના રહીશ હતા.

 

નોંધનીય છે કે, ફોરમબેનના પતિ બહાર ગયા હોય ફોરમના માતા ઘરે આવ્યા હતા. ફોરમે અગાઉ પણ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફોરમે માતાને બહાર જવાનું કહેતા માતાને શંકા ગઈ હોય બહાર જવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી આવેશમાં આવીને હાથમાં બ્લેડ વડે નસ કાપી નાખવાની ધમકી આપી હતી. માતા બહાર ગયા હતા બાદમાં આ પગલું ભરી લીધું હતું.

Author : Gujaratenews