સુરતમાં લવજેહાદનો પ્રથમ ગુનો નોંધાયો, 51 વર્ષના પરિણીત વિધર્મી ઢાઢાએ હિન્દુ નામ ધારણ કરી 22 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા
13-Aug-2021
સુરત : ડિંડોલીમાં વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી લીધા હતા. બે વર્ષ બાદ આ યુવક મુસ્લિમ હોવાનું બહાર આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. ઉધનામાં રહેતા શેખ મો. અખ્તરએ ત્યાં સ્થાનિક વિસ્તારમાં જ રહેતી એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ યુવકે આર કે. વર્મા નામ કહીને લગ્ન પણ કરી લીધા હતા. બે વર્ષ બાદ આ યુવક વિધર્મી હોવાની ખબર પડી હતી. આ મામલે યુવતીએ પોતાના પરિવારને જાણ કરી હતી સાથે સાથે ડિંડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્રણ મહિના પહેલા પોલીસને ફરિયાદ કરીને શેખ મો. અખ્તરની સામે ફરિયાદ નોંધવા જણાવ્યું હતું પરંતુ ડિંડોલી પોલીસે કોઇ ગુનો નોંધ્યો ન હતો. આ યુવતીએ પોલીસને કહ્યું કે, શેખ મો. અખ્તરને ત્રણ પુત્રો પણ છે તેમ છતાં તેને મારી સાથે લગ્ન કર્યા છે. આખરે આ સમગ્ર મામલો હિન્દુ જાગરણ મંચ પાસે પહોંચ્યો હતો. ગુરૂવારે બપોરે હિન્દુ જાગરણ મંચે ડિંડોલી પોલીસનો ઉધડો લીધો હતો અને ફરિયાદ નોંધવા માટે કહ્યું હતું. પોલીસે આખરે આ ફરિયાદ નોંધી હતી.
સુરતમાં લવજેહાદનો પ્રથમ ગુનો ડિંડોલી પોલીસ મથકમાં નોંધાયો છે. ડિંડોલીની ૨૨ વર્ષની યુવતી સાથે પોતાની ઓળખ છુપાવી તેમજ રેલવેમાં નોકરી કરું છું તેવું જુઠાણું ચલાવી લીંબાયતના ૫૧ વર્ષના પરણિત મુસ્લિમ આધેડે હિન્દૂ નામ ધારણ કરી લગ્ન કર્યા બાદ યુવતીના સંબંધીઓને રેલવેમાં નોકરી અપાવવા લાખ પડાવ્યા હતા. દોઢ મહિના અગાઉ ઓળખ છતી થયા બાદ પત્નીને પણ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા, નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કર્યું હતું. ડિડોલી પોલીસે આધેડની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના વતની અને સુરતમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવીની ૨૨ વર્ષીય પુત્રી અર્ચના ( નામ બદલ્યું છે) ત્રણ વર્ષ અગાઉ ગોડાદરા ખાતે ટેલીકોમ કંપનીમાં નોકરી કરતી હતી ત્યારે સીમકાર્ડ બદલવા આવેલા મુકેશ મહાવીર ગુપ્તાએ પોતાની ઓળખ આપી રેલવેમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. અર્ચનાએ તેને વધુ કસ્ટમર લાવવા કહી મુકેશને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. મુકેશે ૧૦ થી ૧૫ કસ્ટમર લાવી આપતા બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો.
મુકેશ ૫૧ વર્ષનો હોવા છતાં અર્ચનાના માતાપિતા લગ્ન માટે રાજી થયા હતા. વર્ષ ૨૦૧૯ માં તેમના લગ્ન કડોદરા હનુમાન દાદાના મંદિરમાં હિન્દૂ વિધીથી યોજાયા ત્યારે મુકેશના પરિવારનું કોઈ હોય અર્ચનાના માતાપિતાએ પૂછ્યું તો મુકેશે મારા પરિવાર સાથે મારે બનતું નથી તેમ કહ્યું હતું.તે સમયે મુકેશે લગ્નની નોંધણી પણ કરાવી નહોતી. દરમિયાન, દોઢ માસ અગાઉ અર્ચનાએ મુકેશના મોબાઈલ ફોનમાં તેનું આધારકાર્ડ જોયું તો તેમાં તેનું નામ શેખ મો.અબ્ઝર શેખ મો.સમતઅલી ( રહે.૪૩, છત્રપતિ શિવાજીનગર, ખાનપુરા, લીંબાયત, સુરત ) હતું. આ અંગે અર્ચનાએ પૂછતાં મુકેશ ઉર્ફે અન્નર ઉશ્કેરાઈ ગયો હતો અને અર્ચનાને મુસલમાન ધર્મ અંગીકાર કરવા કહી જો મારા ધર્મ અંગે કોઈને વાત કરશે તો પુત્રને લઈ ક્યાંક ચાલ્યો નાખી લાશ પણ હાથમાં નહીં આવવા દઈશ તેવી ધમકી આપી હતી. થોડા દિવસો બાદ અર્ચનાએ પતિને ફોન કરતા કોઈક એ ફોન ઉપાડતા અર્ચનાએ કોણ બોલો પૂછ્યું તો તે મહિલાએ પોતાની ઓળખ અષ્રરની પત્ની મુત્રી તરીકે આપી હતી. ત્યાર બાદ અર્ચનાના ઘરે બે ચાર દિવસ રહેલા મુકેશ ઉર્ફે અખ઼રે ઘરે કોઈ નહીં હતા ત્યારે અર્ચનાને બળજબરીથી નમાજ પઢાવી બુરખો લાવી પહેરવા દબાણ કર્યુ હતું.
અર્ચનાએ ઇન્કાર કરતા તેણે તેને તમાચો મારી મારા ધર્મમાં ચાર લગ્નનો રિવાજ છે કહી મુન્ની સાથેના લગ્નની પણ કબૂલાત કરી હતી. તેણે ૧૫ જુલાઈના રોજ તું બુરખો પહેરી લેજે આપણે મસ્જીદમાં જવાનું છે, હું મુસલમાન છું તારે પણ મુસલમાન બનવું પડશે તેવી ધમકી આપતા છેવટે અર્ચનાએ પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોએ તેને સાંત્વના આપતા આખરે અર્ચનાએ પતિ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં લવજેહાદની ફરિયાદ નોંધાવતા પોલીસે ૫૧ વર્ષીય શેખ મો.અક્ષર શેખ મો.સમતઅલીની ધરપકડ કરી હતી.
લગ્ન બાદ અર્ચના સાથે જ રહેતો અખ઼ર વારંવાર કીમ દરગાહ દર્શન માટે લઈ જતો હતો
પરિવારને મળવાની વાત કરે તો બહાના બનાવી ટાળતો હતો લગ્ન બાદ મુકેશ અર્ચનાના ઘરે જ રહેતો હતો. બે ત્રણ મહિના બાદ મુકેશે કીમ દરગાહમાં મેં લગ્નની માનતા રાખી છે તેમ કહી તે ત્યાં દર્શન માટે લઈ ગયો હતો. ત્યાર બાદ પણ તે બે થી ત્રણ વાર કીમ દરગાહ લઈ ગયો હતો. લગ્નજીવન દરમિયાન ૧૨ એપ્રિલના રોજ તેમને એક પુત્ર થયો હતો. તેના જન્મ બાદ પણ મુકેશ બે થી ત્રણ વાર કીમ દરગાહ લઈ ગયો હતો. અર્ચના જયારે પણ મુકેશને તેના માતાપિતાને મળવા કહેતી કે તેમના ઘરે લઈ જવા કહેતી તે હંમેશા બહાના બનાવી ટાળતો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024