વડોદરા બાદ ગુજરાતમાં લવ જેહાદનો બીજો કિસ્સો વાપીમાં : અજમેર લઈ જઈ શારીરિક સંભોગ કર્યો

21-Jun-2021

તસવીરમાં આરોપી ઇમરાન વશી અનસારી

વાપી : ગુજરાતમાં ધર્મ સ્વતંત્રતા (લવ જેહાદ)નો નવો કાયદો અમલી બન્યા બાદ વડોદરામાં પ્રથમ કિસ્સો નોંધાયો હતો. વલસાડ જિલ્લાના વાપીમાં બીજો કિસ્સો નોંધાયો છે.

જેમાં મુસ્લિમ યુવાન હિન્દુ યુવતીને લગ્ન નહીં કરે તો ભાઇને મારી નાંખવાની ધમકી આપી ભગાડી ગયો હતો. પોલીસે ગંભીર મામલે મધ્યપ્રદેશના ઇન્દોરથી યુવાન અને યુવતિને શોધી કાઢી વાપી લવાયા હતા. આરોપીએ અજમેર અને ઇન્દોરમાં યુવતી સાથે શારિરીક સંભોગ પણ કર્યો હતો.

વાપી ખાતે રહેતા પરિવારની 19 વર્ષની યુવતી કામિની (નામ બદલ્યું છે)ને નજીકમાં જ રહેતો પરણિત ઇમરાન વશી અન્સારી (ઉ.વ.23) પ્રેમજાળમાં ફસાવી તા.10.6.2021ના રોજ ભગાડી ગયો હતો. મોબાઇલની દુકાન ચલાવતો ઇમરાન કામિનીને ભગાડી ગયો હોવાનું બહાર આવતા પરિવાર પોલીસનું શરણું લીધું હતુ.

પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી ગંભીર બની સીસીટીવી ફુટેજ, ટેકનિકલ સર્વેલન્શ, મોબાઇલ લોકેશનના આધારે એક ટીમ મધ્યપ્રદેશના ઇન્દોર મોકલી હતી. જ્યાં સ્થાનિક પોલીસની મદદથી ઇમરાન અને કામિનીને શોધી કાઢી વાપી લઇ આવ્યા હતા. પોલીસે કામિનીનો કબજો પરિવારને સોંપી ઇમરાનની ધરપકડ કરી હાલમાં જ અમલી બનેલા લવ જેહાદના કાયદા સહિત જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 

વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.એમ.જાડેજાએ જણાવ્યું કે આરોપી ઇમરાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી લાંબા સમયથી લગ્ન માટે દબાણ કરતો હતો. યુવતી લગ્ન નહી કરે તો તેના ભાઇને મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. જેને કારણે ઇમરાન કામિનીને ભગાડી જવામાં સફળ રહ્યો હતો. ઇમરાને કામિનીનું વારંવાર શારિરિક શોષણ પણ કર્યું હતુ. અજમેર અને ઇન્દોરમાં પણ યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

ગુજરાતમાં ધર્મ સ્વતંત્રતાનો નવો કાયદો અમલમાં આવ્યા પછી વડોદરામાં પ્રથમ ગુનો અને બીજો ગુનો વલસાડ જિલ્લાના વાપીમાં દાખલ થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે. 

યુવતીને અજમેર લઇ જઇ શરીરે ત્રણ તાવીજ બાંધ્યા હતા : નિકાહ કરે તે પહેલા વાપી પોલીસ પહોંચી ગઇ

વાપીમાં રહેતો પરણિત મુસ્લિમ યુવાન ઇમરાન હિન્દુ યુવતીને ભગાડી અજમેર લઇ ગયો હતો. જયાં દરગાહ પર પહોંચી યુવતીના  શરીરે ત્રણ તાવીજ બાંધ્યા હતા. યુવતીને ધાક ધમકી આપી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરવાના ઇરાદે ઇન્દોર લઇ ગયો હતો. જોકે, ઇમરાન યુવતી સાથે નિકાહ (લગ્ન) કરે તે પહેલા વાપી પોલીસ પહોંચી ગઇ હતી અને તેનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. આરોપી પરણિત હોવા છતાં યુવતીને ફસાવી તેની સાથે લગ્ન કરવા ભારે દબાણ કરતો હતો.

Author : Gujaratenews