યૂપી, રાજસ્થાન અને એમપીમાં વીજળી પડવાના કારણે રવિવારે 68 લોકોના મોત થયા છે. યૂપીમાં 41 લોકો, રાજસ્થાનમાં 20 લોકો અને એમપીમાં કુલ 7 લોકોના મોત વીજળી પડવાના કારણે થયા છે. યૂપીમાં મોતનો આંકડો સૌથી વધારે જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મોત પ્રયાગરાજમાં થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશભરમાં વરસાદની સિઝન ચાલી રહી છે, જોકે, વરસાદ ભારતના કેટલાય પરિવારો પર દુ:ખનો પહાડ બનીને તૂટ્યો છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આકાશી આફત લોકોના જીવ લઈ રહી છે અને અત્યાર સુધીમાં 75 લોકોના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આકાશીય વીજળી પડવાના કારણે 75 લોકોના મોત થયા છે. પીએમ મોદીએ આ ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે તથા સાથે સાથે વળતર આપવાનું એલાન કર્યું છે. પ્રાધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી છે. PMNRFમાંથી મૃતકોના પરિજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું છે.
યૂપીમાં ક્યાં કેટલા મોત
યૂપીના પ્રયાગરાજમાં કુલ 14 મોત, દેહાત અને ફતેહપુરમાં 5 મોત, કૌશાંબીમાં 4 મોત, ફિરોઝાબાદમાં 3 મોત, ઉન્નાવ-હમીરપુર- સોનભદ્રામાં 2 - મોત અને કાનપુરના પ્રતાપગઢ, હરદોઈ અને મિર્ઝાપુરમાં 1-1 વ્યક્તિના મોત થયા છે. આ સિવાય 22 લોકો ફસાયા છે અને 200થી વધુ મવેશિયોના મોત પણ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તત્કાલ સહાયતા રકમ જાહેર કરવાના આદેશ આપ્યા છે. રવિવારે અહીં સ્થિતિ ખરાબ થતા અનેક જગ્યાએ વીજળી પડવાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
રાજસ્થાનમાં 20 લોકોના વીજળી પડવાના કારણે મોત
અહીં મળી રહેલી જાણકારી અનુસાર જયપુરમાં 11 મોત, ઘોલપુરમાં 3 મોત, કોટામાં 4 મોત, ઝાલાવાડમાં 1 મોત અને બારાંમાં 1 મોત થયું છે. મૃતકોના પરિજનોને રાજસ્થાનની સરકાર તરફથી 5 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરાઈ છે. તેમાંથી 4 લાખ ઈમરજંસી રિલિફ ફંડથી અને 1 લાખ સીએમ રિલિફ ફંડથી આપવામાં આવશે. જે લોકોના મોત થયા છે તેમને માટે સીએમ અશોક ગહેલોતે સંવેદના વ્યક્ત કરી છે.
જયપુરમાં સેલ્ફી લેતી વખતે વીજળી પડતા 11 લોકોના મોત
જયપુરમાં ભારે વરસાદ દરમિયાન રવિવારે આમેર મહેલમાં બનેલા વોચ ટાવર પર વીજળી પડી હતી. અહીં ફરવા આવેલા 35થી વધુ ટૂરિસ્ટ એની ઝપટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયાં છે. ઘટનામાં અનેક લોકો પહાડી પરથી નીચે ઝાડીમાં પડી ગયા હતા. ઘાયલોમાં હજુ અનેકની હાલત ગંભીર બનેલી છે. હાલ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલી રહ્યું છે. રાજ્યમાં અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ બની છે.
મધ્યપ્રદેશમાં 7 લોકોના મોત
અહીં વીજળી પડવાથી 7 લોકોના મોત થયા છે. 24 કલાકમાં 7 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. શ્યોપુર અને ગ્વાલિયરમાં વીજળી પડવાથી 2 લોકોના મોત થયા છે, તો આ સિવાય શિવપુરી, અનુપપૂર અને બૈતૂલમાં એક એક મોતના સમાચાર મળી રહ્યા છે.
Related searches | ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટા પેજ ફોલો અહીં કરો
આ પણ વાંચવા જેવું... SBI બેંકમાં નોકરી કરવાનો મોકો, સ્નાતક ઉમેદવારો માટે 6,100થી વધુ જગ્યાઓ ખાલી
આ પણ વાંચવા જેવું... સુરતના hyundai નવજીવન કાર શો-રૂમના માલિક ગજ્જર ભાઈઓ વાપીમાં 20 લાખની લેન્ડરોવર કારમાં દારૂ લઇ જતા પકડાયા, ઘરે દારૂ પીવા દમણથી વિદેશી બ્રાન્ડની મોંઘીદાટ બોટલો લાવ્યા હતા
આ પણ વાંચવા જેવું... દુધની ફરવા ગયેલી વરાછાના ગરબા ગ્રુપની 52 યુવક-યુવતીઓ ભરેલી બસ સેલવાસ રોડ પર પલટી મારી, 10ને ઇજા
આ પણ વાંચવા જેવું... 144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન, ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા, પોલીસ કમિશનરે આભાર વ્યક્ત કર્યો
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024