144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન, ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા, પોલીસ કમિશનરે આભાર વ્યક્ત કર્યો

12-Jul-2021

પુરીમાં જગતના નાથ નગરચર્યાએ નિકળ્યા, અમદાવાદમાં સીએમએ દર્શન કર્યા.

અમદાવાદ શહેરમાં કોરોના નિયમોના કડક પાલન સાથે જગતના નાથ નગરચર્યાએ નિકળ્યા. ખલાસી ભાઈઓ અને પોલીસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના ત્રણેય રથને ફૂલ સ્પીડમાં અમદાવાદના રાજમાર્ગો પર દોડાવ્યા. અમદાવાદમાં ભગવાનની 144મી રથયાત્રા ખરા અર્થમાં ઐતિહાસિક બની રહી. કોરોના કાળમાં કર્ફ્યૂના એલાનને અમદાવાદના ગીચ એવી પોળ વિસ્તારના લોકોએ જડબેસલાક સમર્થન આપ્યું.જગન્નાથની 144મી રથયાત્રામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી.

રથયાત્રા રૂટ પરના મકાનના લોકોએ પોત-પોતાના ઘરની બારી કે અગાસીમાંથી હર્ષભેર પ્રભુના દર્શનનો લ્હાવો માણ્યો. 144મી રથયાત્રામાં ભક્તોને અનેક ચીજવસ્તુઓની ખોટ સાલી, ન ભજન મંડળીઓના સૂર સંભળાયા, ન અખાડાના કરતબ જોવા મળ્યાં કે ન તો માર્ગો પર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. જ્યાં જુઓ ત્યાં માત્ર સુરક્ષા જવાનોનો જડબેસલાક બંદોબસ્ત દેખાયો. ટીવી પર જ નાથની નગરચર્યા નિહાળનારા ભક્તોએ મંગળ પર્વને ઉલ્લાસભેર માણ્યો

પ્રસાદમાં માસ્ક
આ વખતની રથયાત્રામાં ભક્તોમાં પ્રસાદ વિતરણ પર રોક હતી જો કે કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે ભગવાનનાં આશિર્વાદ તરીકે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ ભગવાનનાં રથને માસ્ક પહેરાવવામાં આવ્યું હતું. સંદેશ સ્પષ્ટ હતો કે કોરોનાની કડક ગાઈડ લાઈન મુજબ જ રથયાત્રા યોજવી અને 23 હજાર પોલીસ કર્મીઓનાં પહેરા વચ્ચે જગતનાં નાથ જગન્નાથની રથયાત્રા આખરે સંપન્ન થઈ હતી.

અમિત શાહની મંગળા આરતીમાં હાજરી:
સરસપુરમાં ભગવાનના મોસાળ ખાતે રથયાત્રા થોડો સમય જ રોકાઈને રવાના થઈ ગઈ હતી. સરસપુરમાં દર વર્ષની જેમ યોજાતા ભોજન પ્રસાદ પર પણ પ્રતિબંધ લગાવાયો હતો જેને લઈ ને પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રાના દર્શન ભક્તોએ માત્ર ટીવી પર જ કર્યા હતા.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલનાં હસ્તે પહિંદવિધિ કરવામાં આવી હતી.

જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર પરિસરમાં CM રૂપાણી અને ડેપ્યુટી CM નીતિન પટેલે સોનાની સાવરણી સાથે પરંપરાગત પહિંદ વિધિ કરી. CM વિજય રૂપાણીએ શ્રીફળ વધેરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે સોળ આની સારૂ વર્ષ જાય તેવી પ્રભુને પ્રાર્થના કરી છે. જગતનો નાથ આપણને સૌને આશીર્વાદ આપે. ગુજરાત સૌથી પહેલા કોરોના મુક્ત બને તેવા ભગવાન પાસે આશીર્વાદ માંગીએ છીએ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કચ્છી ભાઈ-બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. કચ્છમાં 1 મિલિયન એકર ઘનફૂટ પાણી પહોંચાડવાના આયોજનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. કચ્છ નર્મદાના નીરથી હરિયાળું અને વધારે સમૃદ્ધ બનશે તેવી મુખ્યપ્રધાને આશા વ્યક્ત કરી.

Related searches | ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટા પેજ ફોલો અહીં કરો

      

આ પણ વાંચવા જેવું...   SBI બેંકમાં નોકરી કરવાનો મોકો, સ્નાતક ઉમેદવારો માટે 6,100થી વધુ જગ્યાઓ ખાલી

આ પણ વાંચવા જેવું... સુરતના hyundai નવજીવન કાર શો-રૂમના માલિક ગજ્જર ભાઈઓ વાપીમાં 20 લાખની લેન્ડરોવર કારમાં દારૂ લઇ જતા પકડાયા, ઘરે દારૂ પીવા દમણથી વિદેશી બ્રાન્ડની મોંઘીદાટ બોટલો લાવ્યા હતા

આ પણ વાંચવા જેવું... દુધની ફરવા ગયેલી વરાછાના ગરબા ગ્રુપની 52 યુવક-યુવતીઓ ભરેલી બસ સેલવાસ રોડ પર પલટી મારી, 10ને ઇજા

Author : Gujaratenews