દુધની ફરવા ગયેલી વરાછાના ગરબા ગ્રુપની 52 યુવક-યુવતીઓ ભરેલી બસ સેલવાસ રોડ પર પલટી મારી, 10ને ઇજા

12-Jul-2021

દુધની-સેલવાસ રોડ પર શેલ્ટી ગોરાટપાડામાં ઢાળ પાસે બસ ખાડામાં પડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

દાનહ વિસ્તારના શેલ્ટી ગોરાટપાડાનો જોખમી ઢાળ ચડતી વખત બસનું સ્ટિયરિંગ અચાનક લોક થઈ જતાં બસ બેકાબુ બનીને નજીકના ખાડામાં પલટી ગઈ

સુરતના વરાછાનું ગરબા ગ્રુપ રવિવારે 150 કિમી દુર આવેલા પર્યટન સ્થળ સેલવાસ અને દુધની (surat to silvassa) ફરવા ગયું હતું. બાદ દુધની ( dudhni ) થી વાય સેલવાસ બસમાં સુરત પરત ફરી રહ્યું હતું ત્યારે જ દુધની સેલવાસ રોડ પર દાનહના શેલ્ટી ગોરાટપાડામાં એક મોટો ઢાળ ચઢતી વખતે બસનું સ્ટિયરિંગ અચાનક લોક થતા 56 લોકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી. જેમાં બસમાં સવાર 56 પૈકી 5 મહિલા સહિત 10 પ્રવાસીને ઇજા પહોંચતા સેલવાસની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વરાછાના ગરબા ગ્રુપના કેટલાક યુવક-યુવતીઓ રવિવારે સેલવાસ અને ખાનવેલમાં બસથી ફરવા પહોંચ્યા હતા. બપોરે અઢી વાગ્યાના સુમારે તેઓ દુધની પર્યટન સ્થળથી બસ (નંબર GJ14 X-1771)માં પરત ફરવા બેઠાં હતા. ગરબા ગ્રુપના તમામ યાત્રીઓ દુધનીથી બસમાં બેસી બિન્દ્રાબિન વિસ્તાર નજીક જમવા માટે નીકળ્યા હતા. ત્યારે બસનું સ્ટેયરિંગ ટેક્નિકલ કારણોસર અચાનક લોક થઈ ગયું હતું અને નજીકમાં આવેલા એક ખાડામાં ઉતરી ગઇ હતી. જેને પગલે બસમાં સવાર 56 લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જેમાં 10ને નાની-મોટી ઇજા થઈ હતી. જોકે, બસ પલ્ટી મારી ત્યારબાદ સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા પર્યટકોને બહાર કાઢી 108થી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલમાં તુરંત સારવાર મળી હતી. બસમાં સવાર અન્ય લોકો બિલકુલ સુરક્ષિત હોવાથી તેઓ પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઇજા પામેલાઓના વરાછાના યુવક- યુવતીઓના નામ

નીતાલી જગદીશ પોલરા (રહે. મોટા વરાછા, સુરત), ભાવેશ વડોદરિયા (રહે. યોગી ચોક, પુણા), ખુશી સારગલીયા (રહે. કારગીલ ચોક, પુણા), કલાબેન ભાવિકભાઈ ડોંગા (રહે. યોગીચોક, પુણા), કેવલ ભાલાળા (કારગીલ ચોક, સુરત), હાર્દિક પાનેલીયા (રહે. કારગિલ ચોક,સુરત ), હર્ષિતા ગુંદરિયા (રહે. કારગીલ ચોક, યોગીચોક નજીક, સુરત), પ્રીતિ કાકડિયા (કારગિલ ચોક, યોગીચોક, સુરત), પિયુષ ચોવથિયા (રહે. ખોલવાડ, સુરત)

Related searches | ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટા પેજ ફોલો અહીં કરો

      

આ પણ વાંચવા જેવું...   SBI બેંકમાં નોકરી કરવાનો મોકો, સ્નાતક ઉમેદવારો માટે 6,100થી વધુ જગ્યાઓ ખાલી

આ પણ વાંચવા જેવું... સુરતના hyundai નવજીવન કાર શો-રૂમના માલિક ગજ્જર ભાઈઓ વાપીમાં 20 લાખની લેન્ડરોવર કારમાં દારૂ લઇ જતા પકડાયા, ઘરે દારૂ પીવા દમણથી વિદેશી બ્રાન્ડની મોંઘીદાટ બોટલો લાવ્યા હતા

Author : Gujaratenews