હરિપ્રસાદ સ્વામીજીની છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સતત ચેકઅપણ કરવામાં આવતું હતું. જો કે, સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
હરિભક્તોમાં શોક
જો કે, મોડી રાતે તબિયત ફરી લથડતા સ્થાનિક ડોક્ટર્સ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ રાતે 11ના સુમારે સ્વામી હરિપ્રસાદજીનું દેહાવસાન થયું હતું. સ્વામીજી અક્ષર નિવાસી થયાં હોવાની વાત વાયુવેગે ભક્તોમાં ફેલાતા હરિભક્તોમાં શોક વ્યાપ્યો હતો. મંદિર દ્વારા ભક્તોને અપાઈ જાણકારી
યોગી ડિવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજરોજ તા.26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



02-Feb-2026