ગુજરાતી પુસ્તક મહામાનવ શ્રીકૃષ્ણની ગેરકાયદે પ્રકાશિત આવૃત્તિ પર બોમ્બે હાઇકોર્ટનો પ્રતિબંધ
15-Jul-2021
મુંબઇ: બોમ્બે હાઈકોર્ટે ગુજરાતી લેખક જ્યોત્સના તન્ના તથા નગીનદાસ સંઘવીના પુસ્તક ‘મહામાનવ શ્રી કૃષ્ણ’ની રાજકોટના કે. પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલી આવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો છે. મળતી વિગત પ્રમાણે, આ પુસ્તક મૂળભૂત રીતે જ્યોત્સનાબહેન અને નગીનદાસે સંયુક્ત રીતે લખ્યું હતું. અગ્રણી ગુજરાતી પ્રકાશક આર. આર. શેઠ દ્વારા તેનું પ્રકાશન થયું હતું. એ પછી પુસ્તક રાજકોટના કે. પ્રકાશન દ્વારા ફરી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય લેખિકા જ્યોત્સનાબહેનની મંજૂરી લેવામાં આવી ન હતી, જ્યારે નગીનદાસ સંઘવીનું ગયા વર્ષે જ નિધન થયું છે. કે. પ્રકાશન દ્વારા પ્રકાશિત પુસ્તકમાં મુખ્ય લેખિકા જ્યોત્સનાબહેનનુ નામ કવર ઉપર યોગ્ય રીતે રજૂ થયું ન હતું. માટે તેના વેચાણ પર પ્રતિબંધ મુકવા અરજી કરાઈ હતી. કોર્ટે અરજી માન્ય રાખીને રાજકોટની આવૃત્તિનું વેચાણને અટકાવ્યું છે સમગ્ર પુસ્તક પર પ્રતિબંધ નથી મુકાયો. આ અંગે આર. આર. શેઠ ઉર્ફે ચિંતનભાઈ શેઠે જણાવ્યું હતું કે મુંબઈ હાઈ કોર્ટે રાજકોટમાંથી K.BOOKS દ્વારા પ્રકાશિત આવૃત્તિના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, અમારી આવૃતિના વેચાણ પર નહીં. આ પુસ્તકમાં મૂળભુત રીતે આર.આર. શેઠ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયું હતું. લેખક બીજા કોઈ પ્રકાશનમાં કોપીરાઇટ ન આપે ત્યાં સુધી પુસ્તક એક જ પ્રકાશન દ્વારા પ્રકાશિત થતું હોય છે. આ કિસ્સામાં રાજકોટના પ્રકાશકે લેખિકા જ્યોત્સના તન્નાની લેખિત કે મૌખિક પરવાનગી લીધી ન હતી. પુસ્તક પ્રકાશિત થયા પછી જ્યોત્સના બેને જ્યારે પ્રકાશક પાસે ખુલાસો માગ્યો ત્યારે તેમણે યોગ્ય જવાબ આપ્યો નહતો. એટલે અંતે લેખન–સાહિત્યના હિતમાં જ્યોત્સના બહેને મુંબઈ હાઈકોર્ટની મદદ લીધી હતી. હાઇકોર્ટે રાજકોટની આવૃત્તિના યોગ્ય ગણાવી તેના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024