મુખ્ય શહેરોમાં સિટીના કેસ : અમદાવાદ = 2795, સુરત = 781, વડોદરા = 664, રાજકોટ = 286
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11017 કેસ નોંધાયા છે. જેની સામે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 102 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8731 પર પહોચ્યો છે.
રાજ્યમાં આજે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,78,397 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,483 પર પહોંચ્યો છે. જેમાંથી 804 દર્દી વેન્ટિલેટર પર અને 1,26,679 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.94 ટકા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 2795 , સુરત કોર્પોરેશન-781, વડોદરા કોર્પોરેશન 664, મહેસાણામાં 411, વડોદરા-484, જામનગર કોર્પોરેશમાં 305 , રાજકોટ કોર્પોરેશન 286, ભાવનગર કોર્પોરેશન-292, સુરત-264, જૂનાગઢ 257, અમરેલી-256, બનાસકાંઠા-255, પંચમહાલ-254, જુનાગઢ કોર્પોરેશન- 227, જામનગર-206, આણંદ-199, ભરુચ-197, ગીર સોમનાથ-193, ખેડા-175, કચ્છ-175, મહીસાગર-163, ગાંધીનગર-148, ભાવનગર-144, પાટણ-138, સાબરકાંઠા-134, દેવભૂમિ દ્વારકા-129, અરવલ્લી-225, વલસાડ-122, ગાંધીનગર કોર્પોરેશન-117, દાહોદ-114, નવસારી-110, નર્મદા-96, છોટા ઉદેપુર-90, અમદાવાદ-88, સુરેન્દ્રનગર-77, તાપી-74, પોરબંદર-51, મોરબી-49, બોટાદ-28 અને ડાંગમાં 9 કેસ સાથે કુલ 11017 નવા કેસ નોંધાયા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024