બનાસકાંઠાના દિગ્ગજ નેતાનો વિડીયો વાયરલ થયો છે. આ નેતા જાણીતી પાર્ટીના સાંસદ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં 15 ઓગસ્ટે એક દિગ્ગજ નેતાનો વિડીયો વાયરલ કરવાની સોશિયલ મીડીયામાં આપ કાર્યકર મઘા પટેલ દ્વારા ચીમકી આપવામાં આવ્યા બાદ આ મામલો ચર્ચાસ્પદ બન્યો અને રાજકીય હડકંપ મચી ગયો હતો. ત્યારે આજે કોઈકે સોશિયલ મીડીયામાં એક દિગ્ગજ નેતાના ફોટા વાયરલ કરી દીધા છે. જેથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અને આ ફોટા વાયરલ થયાનુ લોકોમાં ચર્ચામાં આવ્યું છે. ત્યારે હવે ખરેખર ફોટા વાયરલ થયા છે કે કેમ અને જો ફોટા વાયરલ કરવામાં આવ્યા હોય તો તે ફોટા કયા સિનિયર નેતાના છે. તે અંગે હવે ફરીયાદ નોંધાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. આમ હવે આ દિગ્ગજ નેતાની રાજકીય કારકદીના પતન માટે જ યોજનાબધ્ધ રીતે આયોજન કરાયુ છે કે કેમ તે મામલો પણ ચર્ચામાં આવ્યો છે. ત્યારે વિડીયો પાંચ વર્ષ જુનો હોવાનુ પણ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લાના સિનિયર અને દિગ્ગજ મનાતા નેતાનો આ વિડીયો હોવાનુ લોકચર્ચામાં આવ્યુ છે. ત્યારે વાસ્તવિકતા બહાર લાવવા અને બદનામીમાંથી બહાર આવવા માટે નેતા પોતે જ ફરીયાદી બની અને સમગ્ર મામલાનો પર્દાફાશ કરે તેવી ચર્ચાએ જોર પકડયુ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024