સ્વાસ્થ્ય હી અસલ સોના હૈ, જો સ્વસ્થ નહીં ઉસે જીવનભર રોના હૈ...
સુરત: સુરતના કેફે કલ્ચરમાં કિંગ બની ચુકેલા અને હેલ્થી ફૂડ માટે જાણીતા વેસુ વિસ્તારના શુભ યુનિવર્સલમાં આવેલા કોફી કિંગ (coffee king) અને જી ન્યૂઝ ગુજરાતી વેબ પ્લેટફોર્મ ન્યૂઝ (www.gujaratenews.com) ઉજવી રહ્યા છીએ healthy food campaign. જેમાં એક અઠવાડિયા સુધી તમને સોશિયલ મીડિયાના માધ્યમથી કોફી કીંગ દ્વારા ઘરે બેઠાં મળશે હેલ્થી ફૂડ ટીપ્સ.
હાલ કોરોનાના સમયમાં હોટલમાં જઇને ખાવું પીવું લોકો માટે મુશ્કેલ બન્યું છે. પરંતુ પાર્સલ સુવિધા ચાલુ હોવાને કારણે લોકોને આવા સમયમાં હેલ્થી ફૂડ કયાથી મળે તેવી ગુગલમાં તપાસતા હોય છે. આવા સમયે હેલ્થી ફૂડ માટે જાણીતા બ્રાન્ડ આઇકોન કોફી કિંગના એમડી મિતેશ દિયોરાએ જણાવ્યું હતું કે, વેસુ, અડાજણમાં અમારા કેફેમાં ખાસ હેલ્થી ફૂડ માટે ક્વોલિટી ખાસ મેઇન્ટેઇન કરવામાં આવતી હોય છે. મહત્વનું છે કે, આપણે ટેસ્ટી ઈમ્યુનિટી ફુડ કયાથી મળે તે સૌથી પહેલું તપાસતા હોઇએ છીએ. આપણે સૌ જાણીએ છીએ, કે આ કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ જ માણસને બચાવી શકી છે. તો આપણે આપણા રેગ્યુલર રૂટિનમાં હેલ્થી ખોરાક લેવાનું ચાલુ કરી જ દેવું જોઈએ. હેલ્થી ફૂડ સ્વાદમાં પણ ઉત્તમ બની શકે છે. ચાલો આજે એક ટેસ્ટી અને હેલ્થી સલાડનો આનંદ લઈએ.
બેલેન્સ સલાડ.
- મશરૂમ 30 ગ્રામ
- બ્રોકલી 30 ગ્રામ
- રેડ પેપર 20 ગ્રામ
- યેલો પેપર 20 ગ્રામ
- ગ્રીન પેપર 20 ગ્રામ
- ઓનીયન 30 ગ્રામ
- સ્વીટ કોર્ન 20 ગ્રામ
- લેટસ 20 ગ્રામ
- બ્લેક ઓલિવ 15 ગ્રામ
દરેક વેજીટેબલ મિક્ષ કરી, જણાવેલ સોસ એડ કરવો. સોસ બનાવવા માટે,
ઓલિવ ઓઈલ, ચિલ્લી ફ્લેક્સ, ઓરેગાનો, બેસિલ, સોલ્ટ, બ્લેક પેપર, લેમન જ્યુસ મિક્ષ કરવું
20-Aug-2024