કેજરીવાલ પર તિરંગાના અપમાનનો આરોપ, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તિરંગાના અપમાનની ફરિયાદ, કેન્દ્રીયમંત્રીએ લખી ચિઠ્ઠી
28-May-2021
નવી દિલ્હી : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનીલ બૈજલને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે પત્ર લખીને તિરંગાના અપમાનની ફરિયાદ કરી છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સજાવટના સામાન તરીકે તિરંગાનો ઉપયોગ કર્યો. સાથે તિરંગાને એ રીતે લગાવ્યો હતો કે તેમાં લીલો રંગ જ દેખાય. પત્રમાં લખ્યું છે કે જ્યારે પણ કેજરીવાલ ટીવી પર સંબોધન કરવા આવે છે, ત્યારે તેમનું ધ્યાન તિરંગા પર જ જતું રહે છે. કારણ કે તે દેશની ગૌરવ અને બંધારણીય પ્રકૃતિથી જુદો પ્રતીત થાય છે.
પત્રમાં આરોપ મૂક્યો કે આ તિરંગાને જોઇને તેના મધ્ય રંગ સફેદને ઓછો કરીને તેની જગ્યાએ લીલો રંગ જોડી દીધો હોય તેવું લાગે છે. જે ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા નિર્દિષ્ટ ભારતીય ધ્વજ સંહિતાના ભાગ 1.3 માં આપેલા ધોરણોનો પ્રયોગ જણાતો નથી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને લઈને ફરી વિવાદ ઉભા થવા જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



02-Feb-2026