વિકૃતિની પરાકાષ્ઠા : સાબરકાંઠાના ઇડરમાં પાંચ બાળકોના પિતાએ પાડીના બંને પગ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
23-Aug-2021
પ્રતિકાત્મક તસવીર.
સાબરકાંઠા: ઈડરના બરવાવમાં વિકૃતિની પરાકાષ્ઠા સમી એક ઘટના સામે આવી છે. જેમાં એક ખેતમજૂર પશુ (ભેંસ)ના બે પગ બાંધી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતા અરેરાટી વ્યાપી ગઇ છે. ભોગ બનનાર પશુ સવારે મૃત હાલતમાં મળ્યું હતું. આ ઘટના બાદ પશુ માલિકની ફરિયાદ બાદ પોલીસે આરોપીને તલોદથી ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ઇડરના બરવાવની સીમમાં ૫ સંતાનના વિકૃત પિતાએ દારૂના નશામાં ચૂર થઈને રાત્રિના સમયે એક પશુપાલકના તબેલામાં બાયેલી પાડી પર હેવાનિયત આચરતા ચકચાર મચી ગઈ હતી. પાડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા પાડીનું મોત થયું હતું. તબેલામાલિકે ઈડર પોલીસને જાણ કરતાં આરોપીને ઝડપી લીધો હતો.બરવાવ ગામની સીમમાં પશુપાલક રમેશ ચૌધરીના ખેતરના તબેલામાં છ ગાયો. ત્રણ ભેંસ અને પાડી બાંધેલી રાખે છે. આ જ ગામમાં રહેતો અને મૂળ રાજસ્થાનના કોટડા છાવણી નજીકના જેર ગામનો વતની તેમજ પાંચ બાળકોનો પિતા નાથીયો જમાલીયા બુબડીયા દારૂનો નશો કરીને તબેલામાં ઘૂસ્યો હતો અને તબેલામાં બાંધેલી પાડીના બંને પગ બાંધી સષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્ય હતું. એટલું જ નહીં દારૂ પીને રાતભર તબેલામાં જ સુઈ ગયા હતો અને બીજા દિવસે પ્રાંતિજ ખાતે જૈના ખેતરમાં કામ કરે છે ત્યાં પહોંચી ગયો હતો. દરમ્યાન તબેલાના માલિક સવારે તબેલા પર પહોંચતા પાડીના પાછળના બે પગ બાંધેલા અને મૃત હાલતમાં જોઈને આંચકો અનુભવ્યો હતો અને આસપાસ તપાસ કરતા એક અંગવસ્ત્ર નજરે પડતા અજંગતુ થયું હોવાનું જણાયું હતું. જેને પગલે પાંજરાપોળ અને કોલેજના પ્રમુખ પૃથ્વીરાજ પટેલને કોલ કરતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ જ શખ્સ અગાઉ આ જ તબેલામાં આવે જ દુષ્કૃત્ય આચયાનું બહાર આવ્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024