દૂધાત દંપતીનો પુત્ર સુરત ખાતે સ્થાયી થયો છે; ઘરનો સામાન વેરવિખેર હોવાથી લૂંટ અથવા ચોરીના ઇરાદે હત્યા થઇ હોવાની શંકા
અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બવાડા ગામે રહેતા અને ખેતીનુ કામકાજ સંભાળતા વૃધ્ધ દંપતિની કોઇ અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાંખી હતી.ઘરનો તમામ સરસામાન વેરવિખેર હોય લુંટ કે ચોરીના ઇરાદે હત્યા થયાનુ મનાય છે.
લીલીયાના બવાડા ગામે રહેતા વૃદ્ધ દંપતી ભીમજીભાઇ – ભગવાનભાઈ દુધાત (ઉ.વ.72) અને તેમના પત્ની લાભુબેન દુધાત (ઉ.વ.67) 12 વિધાની જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમને 4 સંતાનો છે. જેમાં 1 પુત્ર અને 3 પુત્રીઓ છે. તેમનો પુત્ર સુરત ખાતે ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરે છે અને તે સુરત ખાતે જ રહે છે. તો 3 દીકરીઓ પરિણીત હોવાથી સાસરિયે છે. જેથી આ બંને વૃદ્ધ દંપતી ગામડે ખેતી કરી એકલા રહી જીવન ગુજારતા હતા. એક દિવસ એવો આવ્યો કે, આ બંને વૃદ્ધોની હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો હતો.
17 જુનના રોજ સાંજના સાડા 7 વાગ્યાથી લઈને તારીખ 18 જુનના રોજ સાંજપ્ત 6 વાગ્યા પહેલા હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો હતી. મૃતકોના ભત્રીજા અને ફરિયાદી હિમતભાઈ દુધાતને તેમના કાકાનું કામ હોવાથી તેમના ઘરે જતા કોઈ જવાબ મળ્યો ન હતો. મકાનમાં અંદર જઈને જોતા કાકા અને કાકીની હત્યા નિપજાવી કાઢવામાં આવી હતી. બંનેની લાશ મળી આવી હતી.
ઓસરીમાં લોહીલુહાણ હાલતમાં બંને વૃદ્ધ દંપતીની લાશ મળી હતી. મોટા તીક્ષ્ણ અને બોથડ હથિયારોના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી બંનેની હત્યા કરાઈ હતી. ઘરવખરી તેમજ સરસામાન વેરવિખેર કરેલી હાલતમાં મળી આવ્યો હતો.
બંને વૃદ્ધની લાશ ઓસરીના ખાટલામાં લોહીથી લથપથ હાલતમાં મળી આવતા સમગ્ર ગામના લોકો ચોંકી ઉઠ્યા હતા. સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો, ડોગ સ્કોવર્ડ અને એફએસએલનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી. ઘરમાં સામાન વિખરાયેલો હોવાથી પોલીસને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોય તેવું લાગી રહ્યું છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024