ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ઓછામાં ઓછા 52 લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. આ ઘટના જો કે ગુરૂવારની છે, પણ શુક્રવારે આ સમાચાર સામે આવ્યાં હતા. પ્રાપ્ત વિગતો મુજબ, બાંગ્લાદેશના નારાયણગંજ જિલ્લાના રૂપગંજમાં આવેલી છ માળની બિલ્ડીંગની એક ફેક્ટરીમાં આગ લાગી હતી. ઘટનાના પગલે ફાયર વિભાગ અને પોલીસ - તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જાણવા મળ્યું છે કે, ફાયર વિભાગે શુક્રવાર સુધીમાં ૫૨ લોકોનાં મૃતદેહ બહાર કાઢ્યાં હતા. બચાવ કાર્ય સાથે જોડાયેલાં ડેપ્યુટી ડિરેક્ટર દેવાશીષ વર્ધને કહ્યું હતું કે બિલ્ડીંગના ચોથા માળેથી જ 49 જેટલાં મૃતદેહ કાઢવામાં આવ્યાં છે. જે બાદ મૃતકોની સંખ્યા ૫૨ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે મૃતદેહ એટલા બળી ગયા હતા કે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે, જેથી મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ડીએનએ તપાસ કરવાની જરૂરી પડી શકે છે.
હાલ ફાયર વિભાગ દ્વારા આગ ૫૨ કાબૂ મેળવાયો છે. કહેવાય રહ્યું છે કે આ બિલ્ડીંગમાં મોટી સંખ્યામાં જ્વલનશીલ પોલીથીન, ઘી અને અન્ય ચીજવસ્તુઓ હતી, જેના કારણે આગ વિકરાળ બની હતી. ઘટનાના પગલે મૃતકોના પરિવારના લોકોએ ઘટના સ્થળની બહાર ધરણાં કર્યા હતા. તો સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસબળને તૈનાત કરવામાં આવ્યું હતું.
દેવાશીષ વર્ધને કહ્યું હતું કે હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે દરેક ફલોર ૫૨ 35 હજાર વર્ગફૂટનો વિસ્તાર છે, પરંતુ બે જગ્યાએ જ સીડીઓ છે. જેના કારણે આગ જ્યારે સીડીઓ પર ફેલાઈ ત્યારે લોકો બહાર નીકળી શક્યાં નહીં અને ત્યાં જ બળીને રાખ થઈ ગયા. દરેક ફ્લોર પર નાના નાના રૂમ પણ છે. ધુમાડાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અડચણ પડી હતી.
Related searches | ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટા પેજ ફોલો અહીં કરો
આ પણ વાંચવા જેવું... SBI બેંકમાં નોકરી કરવાનો મોકો, સ્નાતક ઉમેદવારો માટે 6,100થી વધુ જગ્યાઓ ખાલી
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024