આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે રાષ્ટ્રીય દિવસની કેવડીયા ખાતે ઉજવણી પ્રસંગે દેશવાસીઓને “એક ભારત શ્રેષ્ઠ ભારત” માટે સંકલ્પ લેવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો અનુરોધ
કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ સમારોહમા સંદેશો પાઠવતા વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ એ ભારતના ઇતિહાસમાં જ નહીં પરંતુ દેશવાસીઓના હૃદયમાં વસેલું વ્યક્તિત્વ છે. આજે દેશભરમાં તેમના એકતાના સંદેશાને મૂર્તિમંત કરવા માટે આપણે સૌ સહિયારા પ્રયાસો થકી જ સમૃધ્ધ રાષ્ટ્ર બનાવી શકીશુ.
તેમણે ઉમેર્યુ કે, સરદાર સાહેબના સશકત ભારત, સંવેદનશીલ ભારત, સતર્ક ભારત અને વિનમ્ર ભારત નિર્માણના મંત્રને સાકાર કરવા માટે ૧૩૦ કરોડ દેશવાસીઓ આજે એક-એક સંકલ્પ કરીને, પોતાના કર્તવ્યો નિષ્ઠાપૂર્વક બજાવશુ એ જ સાચી શ્રધ્ધાંજલી હશે. સરદાર સાહેબે દેશહિતને જ પ્રાધાન્ય આપ્યુ હતુ તો એમની ભાવનાને આપણે બળવત્તર બનાવવા સહિયારા પ્રયાસો કરી
વડાપ્રધાનશ્રીએ કહ્યુ કે, સરદાર સાહેબના અખંડ ભારતના સપનાને મૂર્તિમંત કરવા માટે આપણે આજે દેશભરમા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ માટે છેલ્લા સાત વર્ષમા અનેક નવતર આયામો હાથ ધરીને તમામ રાજયોના છેવાડાના ગામ સુધી જનસુખાકારીના લાભો પુરા પાડયા છે. જન ભાગીદારી અને સૌના સાથ થકી અનેક વિટંબણાઓ વચ્ચે પણ આપણે દેશને વૈશ્વિક ઉંચાઈએ પહોચાડયો છે. તાજેતરમા કોરોના વૈશ્વિક મહામારીમા પણ સૌ દેશવાસીઓએ એકજુટ થઇને પોતાનુ યોગદાન આપ્યુ, જેથી આપણે સૌ સુરક્ષિત રહ્યા. આત્મનિર્ભર ભારતના મંત્ર થકી વેકસીન બનાવીને ૧૦૦ કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપીને રસીકરણ ક્ષેત્રે પણ દેશે વિશ્વમા નામના મેળવી છે
વડાપ્રધાનશ્રીએ કહ્યુ કે, રાષ્ટ્રનાયક સરદાર પટેલ એ માત્ર ઈતિહાસમાં જ નહીં પરંતુ દરેક દેશવાસીના હૃદયમાં છે. ભારત માત્ર એક ભૌગોલિક એકમ નથી પરંતુ આદર્શો, વિભાવનાઓ, સંસ્કૃતિ અને સંસ્કૃતિના ઉદાર ધોરણોથી ભરેલું રાષ્ટ્ર છે. પૃથ્વીનો વિસ્તાર કે જેના પર આપણે ૧૩૦ કરોડથી વધુ ભારતીયો રહીએ છીએ જે આપણા આત્માનો, આપણા સપનાનો, આપણી આકાંક્ષાઓનો અભિન્ન ભાગ છે..એ.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024