21 વર્ષની દિકરી સામે જ માતા દિયર સાથે આળોટતી, પુત્રીને કહેતી જીવનમાં સાચુ એન્જોય કરવું હોય તો...

30-Sep-2021

પ્રતિકાત્મક તસવીર.

અમદાવાદ: સમાજમાં કેટલાક કલંકીત કરતા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. જો કે આ એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિયર અને ભાભી વચ્ચે અફેરના કિસ્સાઓ બનતા હોય છે. જો કે અમદાવાદ શહેરમાં ખુદ માતા પોતાની બે જુવાનજોધ દીકરીઓ સામે જ દિયર સાથે સેક્સ કરતી અને રંગરેલિયા મનાવતી હતી.પુત્રીને કહેતી જીવનમાં સાચુ એન્જોય કરવું હોય તો આવું પણ કરવું પડે છે.પતિની ગેરહાજરીમાં દિયર સાથે દીકરીઓની સામે જ દિયર સાથે કામરત્ત થઇ જતી હતી. જેથી કંટાળેલી દિકરીઓએ આખરે 181 અભયમ મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો. 

અભયમ ટીમે પહોંચીને મહિલાના પતિને બોલાવ્યો હતો. જો કે ઘટના અંગે મહિલાના પતિને જાણ થતા તેને આઘાત લાગ્યો હતો. મહિલાની મરજી પુછવામાં આવતા તે પોતાનાં દિયર સાથે રહેવા માંગતી હતી. જ્યારે દિકરીઓ પોતાના પિતા સાથે રહેવા માંગતી હતી. જેથી આખરે પિતા પોતાની પુત્રીઓ સાથે વતન જતા રહ્યા હતા. મહિલા પોતાના પ્રેમી દિયર સાથે રહેવા માટે જતી રહી હતી. એક પરિવારનો આ પ્રકારે કરૂણ અંજામ આવ્યો હતો. 

નારોલ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 16 અને 21 વર્ષની બે બહેનોએ 181 મહિલા અભયમ્ ટીમનો સંપર્ક કર્યો હતો. ટીમ પહોંચી તો ચોધાર આંસુએ રડી રહેલી બંન્ને યુવતીઓએ સમગ્ર ઘટના અંગે ટીમને જણાવતા પોલીસ પણ તોડા સમય માટે ચોંકી ઉઠી હતી. પરિવાર મુળ ઉત્તર પ્રદેશનો છે અને ગુજરાતમાં મજુરી કામ અર્થે આવેલો છે. આ લોકો માતા-પિતા, કાકા અને ભાઇ સાથે રહે છે. જો કે તેના કાકા અપરણિત છે. બંન્ને બહેનોએ કહ્યું કે, બંન્ને નાની હતી ત્યારથી જ કાકા સાથે તેની માતાનું અફેર ચાલે છે. પિતાની ગેહરાજરીમાં તેઓ આ પ્રકારની હરકતો કરે છે. આ અંગે માતાને વાત કરી તો માતાએ કહ્યું કે, તમે કોઇને કહેશો તો તમારા ટાંટીયા ભાંગીને તમારા કાકાને સોંપી દઇશ. જેથી પોલીસ ટીમ પણ ઘટના સાંભળીને ચોંકી ઉઠી હતી. 

Author : Gujaratenews