ટીવી જગતની સૌથી લોકપ્રિય કોમેડી સીરિયલમાંથી એક 'ધ કપિલ શર્મા શો' આખરે ઓન એર થઈ ગયો છે. દરમિયાન, શોના કલાકારો કપિલ શર્મા, ચંદુ ચાયવાલા ઉર્ફે ચદન પ્રભાકર, સુમોના ચક્રવર્તી, કીકુ શારદા અને કૃષ્ણા અભિષેક ચાહકોના મનોરંજન માટે વાનકુવર પ્રવાસ પર ગયા છે. હાલમાં જ શોના તમામ કલાકારોનો એક ફોટો વાયરલ થયો હતો. આ ફોટોમાં એરપોર્ટ પર બધા હસતા જોવા મળ્યા હતા.
શોના હોસ્ટ કપિલ શર્મા આ શોનો જીવ છે. આ આશાસ્પદ પ્રતિભાએ સખત મહેનત દ્વારા આજે આ સ્થાન હાંસલ કર્યું છે. આ દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. એક સમય એવો હતો જ્યારે પિતાના અવસાન બાદ તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી, પરંતુ હાલમાં તેઓ દેશના સૌથી ધનિક કોમેડિયન છે.
કપિલ શર્માની ફીનો વારંવાર મીડિયામાં ઉલ્લેખ થતો રહે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે કપિલે તેના શોની ત્રીજી સીઝન માટે કેટલી ફી લીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રીજી સિઝન શરૂ થતાં પહેલા કપિલે તેની ફીમાં પ્રતિ એપિસોડ 20 લાખનો વધારો કર્યો હતો.
siasat.comના સમાચાર મુજબ, કોમેડિયને 'ધ કપિલ શર્મા શો'ની ત્રીજી સીઝન માટે 50 લાખ પ્રતિ એપિસોડની તગડી ફી વસૂલ કરી હતી. મતલબ કે તે વીકએન્ડમાં એક કરોડની કમાણી કરતો હતો. વાસ્તવમાં કપિલે શોની બીજી સીઝન માટે 30 લાખ રૂપિયા લીધા હતા. કપિલે ત્રીજી સિઝનમાં કુલ 80 એપિસોડ કર્યા હતા. આ રીતે તેણે માત્ર ત્રીજી સીઝનથી જ 40 કરોડની તગડી કમાણી કરી હતી. ત્રીજી સિઝન હવે પૂરી થઈ ગઈ છે અને હવે કપિલની ટીમ ક્યારે ફરી દર્શકોને ગલીપચી કરવા વાપસી કરશે તે જોવું મહત્ત્વનું રહેશે.
25-Jun-2025