વાસનાની ચરમસીમા: સુરતની 17 વર્ષની તરુણીને ડુમ્મસના વેરાન વગડામાં લઈ જઈ પ્રેમીએ મુખમૈથુન કરાવીને વિડીયો ઉતાર્યો

29-Jun-2022

પ્રતિકાત્મક તસવીર.

સુરત: સગરામપુરા વિસ્તારની તરૂણીને તું મારી સાથે ડુમ્મસ ફરવા નહીં આવે તો સગાઇ તોડાવી નાંખીશ કહી તરૂણીને ડુમ્મસની ઝાડીમાં લઇ જઇ પ્રેમીએ મુખમૈથુન કરાવી વિડીયો ઉતારતા ખળભળાટ મચી ગયો છે.વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી તું મારી સાથે લગ્ન નહીં કરે આપી તો તારા કયાંય લગ્ન થવા દઈશ નહીં તેવી ધમકી આપ્યાની ફરીયાદ અઠવાલાઇન્સ પોલીસમાં નોંધાય છે.તરુણીએ પોલીસને રડતા રડતા જણાવ્યું હતું કે જાસીમે પેન્ટની ચેન ખોલી ગંદુ કામ કરવા મજબૂર કરી હતી.

શહેરના સગરામપુરા વિસ્તારમાં રહેતા નાદીરા (ઉ.વ. ૧૭ નામ બદલ્યું છે) અને તેની નાની બહેન સાથે ગત તા. ૧૦ જૂને ઘર નજીક રહેતી દાદીના ઘરે સુવા ગઇ હતી. પરંતુ વહેલી સવારે નાદીરા ઘરમાંથી ગાયબ થઇ ગઇ હતી અને સગરામપુરા ચોગાન શેરીમાંથી મળી આવી હતી. માતા- પિતા સમક્ષ નાદીરાએ મંગેતરને મળવા ગઇ હોવાનું કહ્યું હતું. પરંતુ માતા-પિતાને શંકા જતા વારંવાર પૂછપરછ કરતા પ્રેમી જાસીમ સલીમ શેખ (ઉ.વ. ૨૨) ચોગાન શેરી, સગરામપુરા) ને મળવા ગઇ હોવાનું જણાવ્યું હતું. નાદીરાએ માતા-પિતા સમક્ષ એવી પણ કબૂલાત કરી હતી કે તે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે જાસીમ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાનમાં માર્ચ ૨૦૨૨માં તું મારી સાથે ડુમ્મસ ફરવા નહીં આવે તો તારા જયાં લગ્ન નક્કી થયા છે તેને હું જાણ કરી દઇશ એમ કહી બ્લેકમેલ કરી ડુમ્મસ ફરવા લઇ ગયો હતો. જયાં દરિયા કિનારે ઝાડીમાં લઇ જઇ મુખ મૈથુન કરાવી તેનો વિડીયો ઉતાર્યો હતો અને વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર મળવા બોલાવતો હતો. નાદીરાની આબરૂ બચાવવા માતા-પિતાએ જાસીમને મળી તેના મોબાઇલમાંથી વિડીયો અને નાદીરાના ફોટો ડિલીટ કરાવી દીધા હતા. પરંતુ જાસીમે નાદીરાના મંગેતરને સમગ્ર બાબતની જાણ કરી દેતા સગાઇ તૂટી ગઇ હતી અને જાસીમ વારંવાર ધમકી આપતો હતો કે તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તારા લગ્ન કયાય થવા દઈશ નહીં. જેથી છેવટે જાસીમની પોલીસે ધરપકડ કરી છે.

Author : Gujaratenews